મજુરોને વતનમાં પરત ફરવા માટે “શ્રમિક સ્પેશિયલ ટ્રેન”ની વ્યવસ્થા કરી આપવામાં આવી છે

રાજકોટ જિલ્લાના લાભાર્થી શ્રમિકોના અભિપ્રાયો

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપે
રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પરત ફરવા
માટેની વ્યવસ્થા કરવાનો નિર્ણય ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો. ત્યાર બાદ જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા રાજકોટ રેલ્વે જંકશન ખાતેથી પરપ્રાંતિય
મજુરોને વતનમાં પરત ફરવા માટે “શ્રમિક સ્પેશિયલ ટ્રેન”ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જે અંગે શ્રમિકોએ આપેલા અભિપ્રાયો નીચે મુજબ છે.
બિહારના મુંગેર જિલ્લાના વતની પવન કુમાર સિંગ વતન પરત ફરવાની ખુશી સાથે
જણાવે છે કે, રાજકોટમાં હું લાઈનર પિસ્ટન બનાવતા કારખાનામાં કામ કરતો હતો.
લોકડાઉનના કારણે અમારી રોજગારી પાછળ ઠેલાઈ છે, મોકો મળશે ત્યારે ફરીવાર રાજકોટ જ
કામ કરવા માટે આવશું. આવા કટોકટીના સમયે ગુજરાત સરકારે અમને વતન પરત ફરવાની
શ્રેષ્ઠ સગવડ કરી આપી છે. આવી સુવિધા મને મારી ટીકીટ ખરીદીને મુસાફરી કરૂ ત્યારે પણ
મળતી નથી.
રાજકોટમાં રહીને મિકેનિક કામ કરતો બિહારનો નવલોહિયો યુવાન સાહિલ સિદ્દિકી
સરકાર પ્રત્યે ધન્યવાદ વ્યક્ત કરતા કહે છે કે, સરકારે વતનમાં ઘરે જવા ટ્રેન, જમવા માટે
ભોજન, પીવાનું પાણી બધુ જ મફત આપ્યું છે. એક સિટ પર એક જ વ્યક્તિ મુસાફરી કરવાની
વ્યવસ્થા કરવામાં આવી છે એટલે મુસાફરી પણ આરામદાયક રહેશે.
રાજકોટ આઇ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસશીપમાં અભ્યાસ કરતો અને ગયા જિલ્લાનો
વતની રોહિત રંજન જણાવે છે કે, હું ખુબ જ ખુશ છું કે હું મારા ઘરે પાછો જઈ રહ્યો છું. હું આ
લોકડાઉનના કારણે ફસાઈ ગયો હતો. મને સમજાતું નહોતું કે હું શું કરીશ ? પણ સરકારે મારી
ઘરે જવાની વ્યવસ્થા કરી આપી છે. મને સેનિટાઈઝર, માસ્ક, નાસ્તો, પાણી વગેરે મળ્યુ છે.
લોકોને અપીલ છે કે કોરોના વાયરસથી બચવા ઘરની બહાર ન નિકળો, ઘરમાં રહો – સલામત
રહો. સરકારને હું સાચા દિલથી ધન્યવાદ પાઠવું છું.
બાંકાં જિલ્લાના પવનકુમાર ઠાકુર બે બાળકી અને પત્નિ સાથે સહપરિવાર માદરે વતન
ફરી રહ્યા છે. તેઓ સહર્ષ ખુશી સાથે જણાવે છે કે, ગુજરાત સરકારે અમને ઘરે જવા માટે ટ્રેનની
વ્યવસ્થા કરી આપી છે. બપોર અને રાત્રીનું જમવાનું, સવારનો નાસ્તો, માસ્ક, હેન્ડ
સેનિટાઈઝર, પાણીની બોટલ,બાળકોને રમવા માટે રમકડા, નાસ્તો વગેરે સુવિધા આપી છે.