Dandi yatra Plate bowl

૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના થાળી-વાટકી (Plate-bowl) જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત

આઝાદીનું અમૃત પર્વ

Plate-bowl, dandi yatra

૯૧ વર્ષ પહેલાં દાંડી યાત્રાના સાતમા દિવસે પૂ. મહાત્‍મા ગાંધીજીએ નાપા-તળપદ ગામે જે થાળી-વાટકી (Plate-bowl)માં ભોજન લીધું હતું તે થાળી-વાટકી જોઇ દાંડી યાત્રિકો થયા અભિભૂત

  • આજે પણ પૂ. મહાત્‍મા ગાંધીજીએ જે થાળી-વાટકી(Plate-bowl)માં ભોજન લીધું હતું તેને બાળગોવિંદદાસ મોતીલાલ પટેલના વારસદારોએ સાચવી રાખી છે
  • પૂજ્ય મહાત્મા ગાંધીજીની મૂળ દાંડીયાત્રા તા.૧૭ માર્ચ ૧૯૩૦ ના રોજ માર્ચના આણંદની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે યાત્રિકો સાથે રાત્રિ રોકાણ કર્યું હતું.

વડોદરા, ૧૮ માર્ચ: આઝાદીના અમૃત પર્વે સાબરમતી આશ્રમ અમદાવાદથી નીકળેલી દાંડી સ્મૃતિ યાત્રા આજે વહેલી સવારે ખુશનુમાભર્યા વાતાવરણમાં ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી યાત્રાના આગલા પડાવ નાપા-તળપદ ગામે પહોંચી હતી. આ દાંડી યાત્રામાં સામેલ દાંડી યાત્રિકો સહિત અગ્રણીઓ અને નાગરિકોએ કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આજે આપણે પૂ. મહાત્‍મા ગાંધીજીએ નાપા-તળપદ ગામે બપોરે જે પવિત્ર થાળી-વાટકી (Plate-bowl) માં ભોજન લીધું હતું તેના દર્શન કરવા મળશે.

ADVT Dental Titanium

કદાચ આપણને પણ જાણીને નવાઇ લાગશે કે, શું આવું હશે ખરૂ પણ. હા, આ વાત સાચી છે.
નાપા-તળપદ ગામના રહેવાસી નાપાના ગાંધી અને બાબુકાકાના હુલામણા નામથી જાણીતા એવા સ્‍વ. બાળગોવિંદાસ મોતીલાલ પટેલ કે જેઓ નાપા-તળપદ ગામની ગોવિંદદાસ પટેલની ખડકીમાં રહે છે તેઓએ પૂ. મહાત્‍મા ગાંધીજીએ જે થાળી-વાટકીમાં (Plate-bowl) ભોજન લીધું હતું તેને પોતાના જીવની જેમ સાચવી રાખી હતી. આજે તેમના વારસદાર એવા તેમના પુત્ર પિયુષભાઇ પટેલ તેનું જતન કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

નાપા-તળપદ ગામે જયારે આજે દાંડી યાત્રા આવી પહોંચી ત્‍યારે પૂ. મહાત્‍મા ગાંધીજીએ જે પવિત્ર થાળી-વાટકીમાં ભોજન લીધું હતું તે થાળી-વાટકી આજે તેમના વારસદાર એવા પિયુષભાઇ પટેલે ફૂલોથી સજાવીને જાહેરમાં દર્શનાર્થે મૂકી હતી જે થાળી-વાટકીના દાંડી યાત્રામાં સામેલ દાંડી યાત્રિકો અને બહારથી આવે અગ્રણીઓ -નાગરિકો તેના દર્શન કરીને અભિભૂત થયા હતા. અને આ પવિત્ર થાળી વાટકીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
કોમી એકતાના પ્રતિક સમાન એવા નાપા-તળપદ ગામના નાગરિકોએ દાંડી યાત્રિકોને ભાવસભર ભોજન પીરસીને હેતપૂર્વક જમાડયા હતા.

આ પણ વાંચો…મોબાઈલની બેટરી(mobile Battery burst) ફાટતા ગેમ રમતા બાળકો દાઝ્યા, હાલ ભાઇ-બહેન સારવાર હેઠળ