નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર ત્રણ આરોપીઓને પાસામાં (PASA Act) મોકલવાના હુકમ

નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર ત્રણ આરોપીઓને પાસામાં (PASA Act) મોકલવાના હુકમ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૧૭ ફેબ્રુઆરી
: નર્મદા જિલ્લા માં સ્થાનિક ચૂંટણીઓ ના માહોલ વચ્ચે જીલલા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.એ વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરનાર વિરૂધ્ધ આમલેથા પો.સ્ટે.વિસ્તારમાં બે પ્રોહી.ના ગુના દાખલ થયા હતા,તેની પ્રવૃતી ડામવા આમલેથા પો.સ્ટે.પાસા કેસ નં . ૦૧/૨૦૨૧ ના કામે રાકેશ ઉર્ફે રાકો મનુભાઇ માછી રહે.ઓરી તા.નાંદોદ વિરૂધ્ધમાં પાસા દરખાસ્ત કરવામાં આવેલ જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા દ્વારા મંજુર થતાં એલ.સી.બી દ્વારા તેને પાસાના (PASA Act) કામે અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

Whatsapp Join Banner Guj

તેમજ બીજા કિસ્સા માં આર.એ.જાધવ,પો.ઇન્સ.રાજપીપળા એ રાજપીપલા પો.સ્ટે.પાસા કેસ (PASA Act) નં.૦૨ / ર ૦૧૧ ના કામે સામાવાળા પ્રતિકભાઇ મહેશભાઇ પટેલ હાલ રહે.નેત્રંગ જીનબજાર જી.ભરૂચ મુળ રહે.ગવાડા પટેલ ફળીયુ તા. વિજાપુર જી.મહેસાણાના વિરૂધ્ધમાં રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં વિદેશી દારૂની હેરફેરના ગુના રજીસ્ટર થયેલ જે ગુના માટે પો.ઇન્સ. રાજપીપળા એ પાસા દરખાસ્ત કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટે દ્વારા પાસા મંજુર થતાં સામાવાળાને રાજપીપળા પોલીસ દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત અન્ય એક કિસ્સા માં એમ.બી.વસાવા પો.સ.ઇ. તિલકવાડા એ તિલકવાડા પો.સ્ટે.પાસા (PASA Act) કેસ નં.૦૧/૨૦૨૧ ના કામે મીના બેન જગદીશભાઇ તડવી રહે.દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદાના વિરૂધ્ધ તિલકવાડા પો.સ્ટે.માં જુગારધારા નો ગુનો રજીસ્ટર થયેલ જે ગુના માં પો.સ.ઇ.તિલકવાડા એ પાસા મેજીસ્ટ્રેટ નર્મદાને મોકલતા જીલ્લા મેજી.એ પાસા (PASA Act) મંજુર કરતા તિલકવાડા પોલીસ દ્વારા તેને વડોદરા મધ્યસ સુરત ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.આમ એક સાથે ત્રણ ઈસમો ને પાસા માં ધકેલાતા અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો…corona vaccine: આ દેશે પરત આપી સિરમ કોરોનાની વેક્સિન, કહ્યું- નવા વેરિઅન્ટ પર બિનઅસરકારક ભારતીય રસી