AI DAMAN SOFTWER 5

રાજકોટની પીડીયુમા વધુ એક આર્ટિફિસીયલ ઈન્ટેલીજન્સ પ્રોજેક્ટ મૂકાયો અમલમાં

AI DAMAN SOFTWER 5
  • દર્દીની પળેપળની ખબર નોંધી આઉટ ડોર યુનિટમા હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગા વચ્ચે સેતુ બનતો કોવિડ દમન સોફ્ટવેર
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૪૪ કર્મયોગીઓ કોવિડ વોર્ડમાં જઈ દર્દીઓની સ્થિતિ અંગેની વિગતો કરે છે  એકત્રિત
  • કોવિડ દમન સોફ્ટવેરમાં દર્દી દાખલ થયાથી ડિસ્સાર્જ થયા સુધીની રખાય છે તમામ વિગતો

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ, ૧૧ સપ્ટેમ્બર સામાન્ય રીતે આપણું કોઈ સ્નેહીજન બિમાર હોય તો તેની હોસ્પિટલ કે વોર્ડમાં જઈ તેના ખબર અંતર પૂછી શકતા હોઈએ છીએ. પરંતુ, કોરોના વાયરસની મહામારીના પગલે વિશેષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દર્દીઓના સગા સંબંધી કોરોના સંક્રમિત દર્દીને મળી શકતા નથી. આ સ્થિતિ નિવારવા માટે કોવિડ દમન નામનુ  સોફ્ટવેર વિકસિત કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરના માધ્યમથી દર્દીઓની તબિયત-સારવાર અંગેની વિગતથી  સતત અપડેટ કરવામાં આવે છે. સોફ્ટવેરના આધારે કોરોના સંક્રમિત દર્દીની સ્થિતિ અંગે તેના સગા સંબંધી -સ્નેહીજનોને અવગત કરાવવામા આવે છે. આમ, કોવિડ દમન સોફ્ટવેર હોસ્પિટલ તંત્ર અંગે અને સગા વચ્ચે કર્મયોગીઓના માધ્યમથી સેતુ બન્યો છે. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈન્ચાર્જ  સિસ્ટમ મેનેજર પ્રીતીબેન માંકડ કહે છે કે, કોવિડ દમન સોફ્ટવેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-તબિયત અંગેની વિગતો સતત અપડેટ કરવામાં આવે છે. જેના આધારે દર્દીઓની સ્થિતિ અંગે તેમના સ્નેહીજનો-પરિવારજનોને જાણકારી આપવામા આવે છે. આ માહિતી એકત્ર કરવા માટે ૪૪ જેટલા કર્મયોગીઓ રોકાયેલા છે. જે સતત હોસ્પિટલના કોવિડ વોર્ડમા પીપીઈ કીટ પહેરીને દર્દીઓની સ્થિતિ અંગેની માહિતી એકત્ર કરતા હોય છે. ઉપરાંત ડોક્ટર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને પણ  સીસીટીવીના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અને જો કોઇ સમસ્યા સામે આવે તો ત્વરિત તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

દર્દીઓના ડેટા એકત્ર કરવાની કામગીરીમાં રોકાયેલા મિહિરગિરી ગોસ્વામી કહે છે કે, પીપીઈ કીટ અને કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તેની સાવધાની સાથે કોવિડ વોર્ડમા જઈ અને મેનેજર સાથે સંકલન કરીને દર્દીની નામ, ઉંમર, એમઆરડી, વગેરેની વિગતો મેળવી, ડેટા એન્ટ્રી માટે આપવાની હોય છે. આ વિગતો કોવિડ દમન સોફ્ટવેરમાં અપડેટ કરવામાં આવે છે.

કોવિડ દમન સોફ્ટવેર અપડેટ કરવાની કામગીરીમાં રોકાયેલા સોનલબેન આડદિયા કહે છે કે, કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારથી માંડીને ડિસ્સાર્જ થાય ત્યાં સુધીની તમામ વિગતો કોવિડ દમન  સોફ્ટવેરમાં રાખવામાં આવે છે. અમારે સતત કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-તબિયત સબંધી વિગતો અપડેટ કરવાની હોય છે. જેથી આ માહિતી કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધી અને પરિવારજનોને આપી શકીએ છીએ, તેમ તેમણે જણાવ્યું હતું

loading…