DSP Dipen Bhatt

જામનગર જીલ્લા ના નવા એસ.પી. તરીકે આઇપીએસ અધિકારી દીપેન ભદ્રને ચાર્જ સંભાળ્યો

DSP Dipen Bhatt

જામનગરના તત્કાલીન એસ.પી. શ્વેતા શ્રીમાળી સહિતના અધિકારીઓ દ્વારા સલામી આપી સ્વાગત કરાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૪ સપ્ટેમ્બર: જામનગરના જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળી ની ચેલા સેક્ટર-૧૭ ના એસપી તરીકે બદલી કરાયા પછી અને તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચ વિભાગમાં ફરજ બજાવતા આઇપીએસ અધિકારી દીપેન ભદ્રન ની જામનગર બદલી કર્યા પછી તેઓ આજે જામનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં હાજર થયા હતા. જયાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગરના તત્કાલીન એસપી શ્વેતા શ્રીમાળી હાજર રહ્યા હતા, અને નવનિર્વાચિત એસપી દીપન ભદ્રન નું પુષ્પ હારથી સ્વાગત કર્યું હતું ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વરાયેલા જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનએ આજે સવારે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો, અને પુર્વ એસ.પી. ઉપરાંત શહેરના અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ વગેરે સાથે વાતચીત કરીને સમગ્ર જિલ્લાની માહિતી એકઠી કરી હતી

loading…