Narendra Patel

બનાસકાંઠા જિલ્લા તલાટી કમમંત્રી મહામંડળ ની ચૂંટણી માં નરેન્દ્ર પટેલ(Narendra Patel) નો દબદબો

Narendra Patel

બનાસકાંઠા જિલ્લા તલાટી કમમંત્રી મહામંડળ ની ચૂંટણી માં નરેન્દ્ર પટેલ(Narendra Patel) નો દબદબો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૬ માર્ચ:
બનાસકાંઠા જિલ્લા તલાટી કમમંત્રી મહામંડળ ના પ્રમુખ ની મુદ્દત પૂર્ણ થતા ટુંકજ સમય માં ચૂંટણી યોજાનાર છે જેમાં દાંતા તાલુકા ના આદિવાસી વિસ્તાર એવા કુંભારીયા ગ્રુપ ગ્રામપંચાયત ના તલાટી કમ મંત્રી નરેન્દ્ર જે પટેલ (Narendra Patel) (ચૌધરી) બિન હરીફ વિજેતા થનાર હતા પણ અન્ય બે હરીફ ઉમેદવારો આવવાના કારણે ચૂંટણી માં ત્રિપાંખિયો જંગ ખેલાશે અને જેમાં જેમને પ્રમુખ માટે ની દાવેદારી કરી છે તેવા નરેન્દ્ર પટેલ પોતે એક આગવી ઓળખ ધરાવે છે ને પોતે અધિકરીઓ તેમજ રાજકીય નેતાઓ માં પણ સારો દબદબો ધરાવે છે.

ADVT Dental Titanium

તેમણે (Narendra Patel) કાર્યક્ષેત્ર માં 1400 થી વધુ વૃદ્ધ સહાય,વિધવા સહાય,તેમજ વિકલાંગ સહાયતા ના કેસો મંજુર કરાવી જરૂરિયાત મંદો ની વહારે ઉભા રહેતા લોક ચાહના મેળવી છે ને પોતાની રાજકીય વગના કારણે પ્રમુખ પદ વગર પણ અનેક તલાટી કમમંત્રીઓ ના પ્રશ્નો જેવા કે સમય મર્યાદા માં પુરા પગાર ની ફાઈલ સીપીએફ તેમજ અન્ય અનેક પ્રશ્નો ના પ્રશ્નો માટે મદદરૂપ બન્યા છે ને પોતાની વહીવટી કુશળતા ના કારણે બનાસકાંઠા જિલ્લા ના તલાટી કમમંત્રી મંડળ ના પ્રમુખ તરીકે પસંદગી પામે તેવું જોવા મળી રહ્યું છે.

Whatsapp Join Banner Guj

તેઓ અગાઉ પણ પ્રમુખ (Narendra Patel) તરીકે રહી સારી એવી કામગીરી કરેલ હોવાના કારણે જિલ્લા ના તમામ તલાટી કમમંત્રી ફરી એકવાર નરેન્દ્ર પટેલ ને પ્રમુખ તરીકે જોવા માંગી રહ્યા છે