Deesa Murder

Murder: ડીસામાં યુવકની હત્યાને લઈ પરિવારમાં ભારોભાર રોષ

Murder: ૩ હત્યારા છતાં પોલીસે ૧ સામે ફરીયાદ નોધી હોવાનો ગંભીર આક્ષેપ

અહેવાલ: ભરત સુંદેશા

બનાસકાંઠા, ૩૧ માર્ચ: Murder: ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં યુવકની હત્યા (murder) ને લઈ મૃતક યુવકના પરિવારજનોએ ડીસા શહેર ઉત્તર પોલીસ સામે ગંભીર આક્ષેપો કરી રોષ ઠાલવ્યો હતો. જો કે મૃતક યુવકના ભાઈએ જ એક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ જણાવી રહી છે.

Whatsapp Join Banner Guj

ડીસા શહેરના જૂના બસ સ્ટેશન નજીક આવેલ બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા દશરથભાઈ આંબાજી સોલંકી ( માળી) ને ત્રણ શખ્સોએ માથામાં પાઇપ મારી હત્યા (murder) કરવામાં આવી હોવા અંગે પરીવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા મૃતક યુવકના ભાઇની ફરીયાદના આધારે શૈલેષ વાહજીભાઇ ઠાકોર સામે ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ અચાનક જ ગઈકાલે બપોરના સુમારે મૃતક યુવકની પત્ની, બાળકો તેમજ પરીવારજનો સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ બેસી જઇ પોલીસ સમક્ષ વેદના ઠાલવી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.

ADVT Dental Titanium

આ અંગે પરીવારના સભ્યો એ જણાવ્યું હતું કે, ત્રણ શખ્સો દ્વારા માર માર્યા બાદ શૈલેષ ઠાકોરે ઘરે આવી મારી નાખવાની ધમકી આપી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. હત્યામાં ત્રણ શખ્સો હોવા છતાં માત્ર એક જ આરોપી બતાવવામા આવ્યો છે. તેમ જણાવી ભારોભાર રોષ વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો… સીએમ રુપાણીએ ફીક્સ પગાર અને કરાર આધારિત સરકારી કર્મચારીની રજાઓને લઇ લીધો સંવેદનશીલ નિર્ણય