IMG 20201213 WA0001 1

વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારો માં 2.08 લાખથી વધુ લોકોની કોવિડ રસીકરણ સર્વેમાં નોંધણી કરવામાં આવી

IMG 20201213 WA0001

કોવિડ રસીકરણ સર્વે: જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પ્રથમ ત્રણ દિવસમાં ઉંમરના નિર્ધારિત માપદંડો અને કો મોર્બિડીટી ના આધારે કુલ 2.08 લાખથી વધુ લોકોની કરવામાં આવેલી નોંધણી

વડોદરા, ૧૩ ડિસેમ્બર: વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારો માં હાલમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવટ તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ના સંકલનથી ઉંમર અને કો મોર્બિડીટીના ઠરાવેલા માપદંડો અનુસાર કોવિડ રસીકરણની પૂર્વ તૈયારી ના ભાગરૂપે મોજણી – સર્વે કરવામાં આવી રહી છે.આરોગ્ય,શિક્ષણ,મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્મચારીઓની બનેલી 1310 ટીમો દ્વારા મતદાન મથકોના વિસ્તારને આવરી લઈને રસીકરણને પાત્ર લોકોની નોંધણી નામ, સરનામું, મોબાઈલ નંબર, ઓળખના પુરાવા જેવી વિગતો સાથે કરવામાં આવી રહી છે.

IMG 20201213 WA0002


તા.10 મી થી આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેવી જાણકારી આપતા ડો.ઉદયે જણાવ્યું કે તા.12 મી સુધીમાં સર્વે ટીમો દ્વારા 50 વર્ષ થી વધુ ઉંમરના હોય એવા કુલ 205619 લોકોની નોંધણી કરવામાં આવી છે જેમાં 98959 પુરુષો અને 106660 મહિલાઓનો સમાવેશ થાય છે.તેવી જ રીતે,50 વર્ષ થી ઓછી ઉંમર પરંતુ કેન્સર, હૃદયરોગ જેવા સહરોગો થી પીડિત હોય તેવા 1558 પુરુષો અને 1271 મહિલાઓ મળીને કુલ 2829 લોકોની નોંધણી કરવામાં આવીછે.આમ,હાલની મોજણી હેઠળ બંને માપદંડો હેઠળ કુલ 208448 લોકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે.આજે સર્વેનો છેલ્લો દિવસ છે.