Rain pic 1

હવામાન વિભાગની મોટી આગાહીઃ નવા વર્ષની શરૂઆતમાં ઠંડીમાં થશે વધારો, સાથે રાજ્યના અમુક વિસ્તારમાં થશે કમોસમી વરસાદ

Rain pic 1

ગાંધીનગર,31 ડિસેમ્બરઃ નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતના ખેડૂતોના માથે ફરી માવઠાંરૂપી આફત ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે.જેના કારણે બનાસકાંઠા , સાબરકાંઠા અને દાહોદ તેમજ પંચમહાલ માં માવઠું પડી શકે છે.. બીજી તરફ આગામી 5 દિવસ લઘુતમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી નો ઘટાડો થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડા પવનો પણ ફૂંકાઇ શકે છે.

whatsapp banner 1

વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે સાથે જ કમોસમી વરસાદ થશે. આ વરસાદ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલમાં પડશે. આગામી પાંચ દિવસ ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રી વધશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

આ પણ વાંચો….

loading…