2021માં આ સ્ટાર કિડ્ઝ કરી શકે બોલિવુડમાં એન્ટ્રી, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં સામેલ?

Sanaya Kapoor

બોલિવુડ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ 2020નું વર્ષ બોલિવુડ સ્ટાર્સ માટે પણ ભારે રહ્યું હતું. આ વર્ષે મોટી મોટી ફિલ્મો પણ રિલિઝ ન થઇ શકી. જ્યારે ઘણી ફિલ્મો માટે જે પ્રકારની આશા હતી તેવી સફળતા ના મળી શકી. આ વર્ષે જેણે પણ ફિલ્મોમાં પદાર્પણ કર્યું બધાને મોટા પરદાની બદલે ઓટીટી પ્લેટફોર્મ જ ઉપલબ્ધ થયું. આ વર્ષે(2021) ઘણા સ્ટાર કિડ્સ ફિલ્મોમાં ડેબ્યૂ કરી શક્યા નથી, પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કેટલાક સ્ટાર કિડ વર્ષ 2021માં ફિલ્મો માં એન્ટ્રી કરી શકે છે.તો આવો જોઇએ ક્યા સ્ટાર કિડ્ઝનું નામ આ લિસ્ટમાં સામેલ છે.

whatsapp banner 1

સનાયા કપૂરઃ અભિનેતા સંજય કપૂરની દીકરી સનાયા કપૂર ખૂબ જ સુંદર છે અને તે પોતાની તે પોતાની બેસ્ટફ્રેંડ અનન્યા પાંડેની જેમ જ ફિલ્મોમાં કરિયર બનાવવા માગે છે. સમાચારોનું માનીએ તો સનાયા આગામી વર્ષે ફિલ્મોમાં પગલા માંડી શકે છે.

ખુશી કપૂરઃ શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂર બાદ નાની ખુશી કપૂર પણ ફિલ્મોમાં ડેબ્યૂ કરી શકે છે. ખુશી ખૂબ જ ગ્લેમરસ છે અને ઘણી વખત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અહાન પાંડેઃ અનન્યા પાંડેના કઝિન અને ચંકી પાંડેના ભત્રીજો અહાન પાંડે ફિલ્મોમાં ડેબ્યૂ કરી શકે છે. માહિતી પ્રમાણે અહાન યશરાજ ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરી શકે છે.

આર્યન ખાનઃ બાદશાહ ખાનનો મોટો દિકરા આર્યન ખાનની પણ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ દ ઈયર 3’ થી ફિલ્મોમાં ડેબ્યૂના સમચાર આવી રહ્યા છે.

આ પણ વાંચો….

loading…