Mask vitaran

સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

Mask vitaran

જામકંડોરણા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

રિપોર્ટ:રાધિકા,રાજકોટ

રાજકોટ,૧૭ ઓગસ્ટ: રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દરેક જીલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ પ્રવૃતિઓ મારફતે સ્તનપાન અંગેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

જે અંતર્ગત જામકંડોરણા ઘટકની આઈ.ઈ.સી પ્રવૃત્તિ અંતર્ગત કોરોનાના આ સમયમાં માતાની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર દરેક સગર્ભા તેમજ ધાત્રી માતા માટે ફેસ માસ્ક બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામકંડોરણાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગનો તમામ સ્ટાફ,  સી.ડી.પી.ઓ.શ્રી સોનલબેન વાળા, સુપરવાઇઝર બહેનો માધવીબેન કવિ, હેતલબેન લુઆ અને રામુબેન પરમારએ ભારે જહેમત ઉઠાવી હતી.