Dr shital mistry VDR

Magnetic force: કોરોનાની રસી લેવાથી શરીરમાં કોઈ ચુંબકીય શક્તિ પેદા થતી નથી: એ માત્ર અફવા છે: ડો.શીતલ મિસ્ત્રી

Magnetic force: કોરોના વેકસીન લેવાના કારણે શરીરમાં કોઈપણ પ્રકારની ચુંબકીય શક્તિ પેદા થતી નથી. તેમજ રસી લેવાથી આવું બનતું હોવાના વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કોઇ પુરાવા નથી. આ માત્રને માત્ર અફવા છે

અહેવાલ: બી.પી.દેસાઈ
વડોદરા: ૧૬ જૂન:
Magnetic force: કોરોનાની રસી લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ ઉભી થાય છે અને શરીર પર સપાટ અને લીસી સપાટી ધરાવતા સિક્કા, તાંબુ, વાસણ વગેરે ચોંટી જાય છે તે બાબતને જાણીતા તબીબ, નગર સેવક અને ગોત્રી હોસ્પિટલના કોરોના વિભાગના પૂર્વ વહીવટી નોડલ અધિકારી ડોકટર શીતલ મિસ્ત્રી નકારી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેકસીન લેવાના કારણે શરીરમાં કોઈપણ પ્રકારની ચુંબકીય શક્તિ પેદા થતી નથી. તેમજ રસી લેવાથી આવું બનતું હોવાના વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ કોઇ પુરાવા નથી. આ માત્રને માત્ર અફવા છે અને તેનાથી દોરવાના બદલે લોકોએ રસી લઇને જીવનને સુરક્ષિત બનાવવુ જોઈએ.

કોરોના વેકસીન લીધા બાદ કેટલાક લોકોના શરીરમાં ચુંબકીય શક્તિ (Magnetic force)પેદા થાય છે અને તેઓના શરીર પર અલગ અલગ પ્રકારની સપાટ ધાતુની વસ્તુઓ ચોંટી જતી હોય છે તેવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જે એકમાત્ર ટ્રિક હોવાનું જણાવી કોરોના સાથેની સારવારમાં સંકળાયેલા અને જાણીતા તબીબ ડોક્ટર મિસ્ત્રી એક હાસ્યાસ્પદ બાબત આલેખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ચામડી પર રહેલા તૈલી પદાર્થ પ્રવાહી ફોર્મમાં હોય છે. જેના અણું વચ્ચેના બોન્ડ નબળા હોય છે. મેટલના અણુ વચ્ચેના બોન્ડ મજબૂત હોય છે.

Magnetic force

આવી ચામડી પર રહેલો તૈલી પદાર્થની શરફેશ એનર્જી ઓછી હોય છે. સિક્કા ધાતુની સરફેશ એનર્જી વધુ હોય જેથી કોઈપણ પદાર્થ હાઈ સરફેશ એનર્જીથી લો સરફેસ એનર્જીમાં જવાનું પસંદ કરે છે. જેથી ધાતુ સપાટ (ફ્લેટ) સરફેશ ચામડી પર મૂકાય તો ચામડીના તૈલી પદાર્થથી ચોટી જાય છે. સામાન્ય રીતે લીસી ચામડીવાળા, વાળ વગરની ચામડી, સોફ્ટ સ્કિન અને જેની પર તૈલી પદાર્થ વધુ હોય તેના પર સપાટ સપાટી ધરાવતા પદાર્થો ચોંટી જતા હોય છે. શરીર થોડું પાછળની બાજુ રાખો તો આ વસ્તુ શરીર પર ચોંટેલી રહે છે પરંતુ જો શરીર આગળ નમાવવામાં આવે તો ગુરુત્વાકર્ષણનું (Magnetic force) બળ વધુ હોવાથી આવા પદાર્થ શરીરથી નીચે જમીન પર પડી જતા હોય છે.

Whatsapp Join Banner Guj

જો ચામડી પર તૈલી પદાર્થ વધુ હોય તેની ઇલાસ્ટીસિટી ઓછી હોય છે. ઓછી ઇલાસ્ટીસિટીવાળી વસ્તુ પર સરળતાથી ચોંટે છે. અણું વચ્ચેના વાન ડર વાલ ફોર્સ પણ કામ કરતા હોય છે. ચામડી પર રહેલા તૈલી પદાર્થનું પોતાનું સરફેંટેન્શનનું બળ હોય છે જેથી સિક્કા ચોંટી શકે. વેકસીન ન લીધી હોય તેઓમાં પણ આ પ્રકારના બનાવો જોવા મળી શકે છે. ભૂતકાળમાં પણ કોરોનાથી સંક્રમિત ન થયેલા લોકોએ પણ પોતાનામાં ચુંબકીય તત્વ (Magnetic force) પેદા થતું હોય તેવા દાવા કર્યા હતા પરંતુ તે પુરવાર થઇ શકયું ન હતું.

આવા લોકોમાં ગોળાકાર વસ્તુઓ જેમકે લોખંડના છરા ચોટતા હોતા નથી. શરીર નજીક ચુંબક (Magnetic force) લઈ જવાય તો પણ ચુંબક ચોટતું નથી. આમ શરીરમાં કોઇ ચૂંબકીય શક્તિ પેદા થતી નથી. ડોક્ટર શીતલ મિસ્ત્રી એમ પણ ઉમેરે છે કે, શરીરમાં ચુંબકીય શક્તિ પેદા કરવા ઓછામાં ઓછું ૧૦ ગ્રામ લોખંડ શરીરમાં હોવું જરૂરી છે. વ્યક્તિને માત્ર અડધો એમ.એલ. રસી આપવામાં આવે છે. જેમાં કોઈ ધાતુ હોતી નથી. જો અડધો એમ.એલ. પૂરેપૂરું ચુંબકીય તત્વ આપવામાં આવે તો પણ તે ચુંબકીય શક્તિ પેદા કરી શકતું નથી. સોશિયલ મીડિયામાં હાલ આવા અનેક પ્રકારના વીડિયો ફેલાઈ ગયા છે કે, કોરોના રસી લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થતી હોય એ માત્રને માત્ર અફવા છે, તેનાથી વિશેષ કશું નથી. આ એક પ્રકારનું માસ હિસ્ટેરિયા છે એનાથી ગેરમાર્ગે દોરાવવું ન જોઈએ.

લો બોલો…ગેસ સિલિન્ડર ઉંચકીને વર્કઆઉટ કરતી નજર આવી શૈલી, જુઓ વીડિયો(viral video)

કોવિડ રસી લીધા બાદ શરીરમાં ઉભા થતા મેગ્નેટીઝમ અંગે ડોક્ટર શીતલ મિસ્ત્રી જણાવે છે કે, વિકસીનમાં મેટલનું કોઈ પ્રમાણ નથી. મેગ્નેટ માટે ૧૦ ગ્રામ આયર્ન હોવું જોઈએ. કોઈ વેકસીનમાં આયર્ન કે મેટલનું પ્રમાણ હોતું નથી. વેકસીનમાં એલ્યુમિનિયમનું નહિવત પ્રમાણ છે. જે ચુંબકીય શક્તિ ઉત્પન્ન કરી શકતું નથી. આ ઉપરાંત લોકોમાં એવો ભ્રમ પણ છે કે વેકસીનમાં માઈક્રો ચિપ નાખવામાં આવી છે પરંતુ આ બાબત પણ વાહિયાત છે. શરીરમાં સામાન્ય રીતે આયર્ન અને પાણીનું ખૂબ નહિવત પ્રમાણ હોય છે જે ચુંબકીય આકર્ષણને દૂર ફેકતું હોય છે. જેના સિદ્ધાંત પર એમ.આર.આઈ. (મેગ્નેટિકે રોઝોનન્સ ઇમેજિંગ) કામ કરતું હોય છે. શરીર પર સિક્કા કે ધાતુ ચોંટવી એ કદાચ પરસેવો ચામડીના ઓઇલને લીધે સ્મૂથ હેરલેસ અને વાળ વગરની ચામડીને લીધે બની શકે. શરીર પર ટેલકમ પાઉડર લગાવવામાં આવે તો આવી કોઈ અસર જોવા મળતી નથી.