breaking news Mask penalty 1701

માસ્કના નિયમોમાં કર્યો મોટો ફેરફાર. જાણો વિગત…..

breaking news Mask penalty 1701

આરોગ્યશાખા અને ગૃહ વિભાગમાં રહેલી કેટલી વિસંગતા દુર કરીને ગૃહવિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં લાગુ પડતો એક સંયુક્ત પરિપત્ર

અમદાવાદ, ૧૭ જાન્યુઆરી: રાજ્યના ગૃહ વિભાગે જાહેર સ્થલો, કાર્યસ્થળો અને મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે. આ ઉપરાંત ફોર વ્હીલમાં મુસાફરી દરમિયાન વાહનમાં એક વ્યક્તિ હોય કે તેનાથી વધારે દરેકે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોનાં ચાલકોએ અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. માસ્ક નહી પહેર્યું હોય તો દંડ વસુલવામાં આવશે. 

Whatsapp Join Banner Guj

ગૃહવિભાગ અને આરોગ્ય વિભાગના અલગ અલગ પરિપત્રના કારણે પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા સામે આવ્યા હતા. જેના કારણે આ પરિપત્ર કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. 

આ પણ વાંચો..17 જાન્યુઆરી 2021 થી વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રીવા, એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ અને પ્રતાપનગરથી કેવડિયા સુધીની 10 નવી ટ્રેનો શરૂ કરી