Lower Parel Workshop Drone disinfetion 1 1

પશ્ચિમ રેલવે નુ લોઅર પરેલ કારખાનુ મોનસૂની સાવધાનીઓ રાખવા વિસંક્રમણ માટે ડ્રોન ટેકનિક શરુ કરવામાં ભારતીય રેલ પર બની અગ્રેસર

માનસૂની સંબંધિ સંક્રમણ અને વેક્ટર જન્ય રોગોના વિરૂધ્ધમાં વિસંક્રમણ માટે ડ્રોન તકનીક સફળતાપૂર્વક સામેલ કરવા પૂરા ભારતીય રેલવે પર આ પ્રકારની પ્રથમ પહેલ

lower parel workshop drone disinfetion 16743058575026790482.

આધુનિક તકનીક સાથે કદમતાલ કરતાં પશ્ચિમ રેલવેએ અતિ સંવેદનશીલ ક્ષેત્રો, જ્યાં વેક્ટર ફેલાયેલ છે તથા જે માણસની આંખો અને હાથની પહોંચની બહાર છે એવા ક્ષેત્રોના વિસંક્રમણ માટે લોઅર પરેલ કારખાનામાં ડ્રોન તકનીકને અપનાવીને એક નવો મહત્વની ઉપલબ્ધી હાંસિલ કરી લીધી છે. આનાથી બિમારીઓને દૂર રાખવામાં મદદ મળે છે તથા કોચોમાં દૈનિક અનુસરણ કાર્યમાં સામેલ કર્મચારીઓને કાર્ય કરવામાં એક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ ઉપલબ્ધ કરાવવું સુનિશ્ચિત થયું. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલે ડ્રોન તકનીકના આ અભિનવ પ્રયોગની સમિક્ષા કરી છે તથા લોએર પરેલના મુખ્ય કારાખાના પ્રબંધક શ્રી તરુણ હુરિયા અને તેમની સમન્વય ટીમમાં સામેલ ઉપ મુખ્ય યાત્રિંક એન્જીનિયર શ્રી બી.એન. ગંગવાર અને શ્રી અરુણ કુમાર સિંહની સાથે સાથે તમામ સંબંધિત કર્મચારીઓ અને કામગારોને આ પ્રસંશનીય કાર્ય માટે હાર્દિક અભિનંદન આપ્યા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર લોઅર પરેલ કારાખાના ભૌગોલિક દ્રષ્ટિએ મુંબઇના નીચલા વિસ્તારમાં આવેલ છે અને આ કારખાના ચોમાસા સિઝન દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી હંમેશા અસરગ્રસ્ત હોય છે. એટલા માટે લોઅર પરેલ કારખાના દ્વારા દરેક વર્ષ કારખાના પરિસરની અંદર સાફ સફાઇ તથા સ્વચ્છ પરિસ્થિતીઓ બનાવી રાખવાની દ્રષ્ટિએ એક પ્રણાલીબધ્ધ પ્રક્રિયા અપવાવવામાં આવે છે, જેના અંતર્ગત રુફ ટોપ, વૈલી ગટર્સ, ડાઉનટેક પાઇપો, ડ્રેનેજ લાઇન અને સંપૂર્ણ યાર્ડની સાફ સફાઈ જેવી પ્રાથમિકતાના આધાર પર કરવા પડતા કાર્યો સામેલ છે. તેના સિવાય, પાણી ભરવવાની સમસ્યાથી બચવા માટે પિટ લાઈનોથી પાણી બહાર કાઢવા માટે હેવી ડયૂટી પમ્પ લગાડેલ છે અને શેડની બહાર રાખેલ સામગ્રીને વોટરપ્રુફ તારપોલનિ શીટ્સથી ઢાંકીને રાખવામાં આવે છે. ચોમાસુ ચાલુ થાય અને વિશેષ રુપથી હાલના કોરોના વાયરસ મહામારીને જોતાં એક વધુ મહત્વપૂર્ણ કારક પર ધ્યાન આપવાની અત્યંત આવશ્યકતા છે, જેમાં મોસ્કિટો વેક્ટર્સને વધુ સારી રીતે નિયંતત્રિત કરતાં હ્યુમન-વેક્ટર જન્ય રોગોના ફેલાવાને રોકવાનો ઉપાય સુનિશ્ચિત કરવામાં આવે છે. ઉચિત સમય પર સારી કીટનાશકનો છંટકાવ, લાર્વા અને મોટા મચ્છરોને નિયંત્રિત કરી શકે છે. સામાન્યરીતે તમામ દુકાનો અને સેક્શનોને હસ્તચાલીત સ્પ્રે દ્વારા લિક્વીડ પેસ્ટિસાઇડનો છંટકાવ કરીને તથા ધુમાડો કરીને સંક્રમણહીન કરવામાં આવે છે. તો પણ તેની કેટલીક સીમાઓ હોય છે. જેવી આ રુફટોપ વગેરે જેવી એલિવેટેડ ક્ષેત્રો પર કરી શકાતો નથી. આ મુશ્કેલીના દુર કરવા માટે સર્વપ્રથમ પ્રયાસ કરતા કૈરિજ રિપેયર વર્કશોપને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની સાથે એક ટીમ બનાવી છે અને વેક્ટર જન્ય રોગો જેવા મલેરિયા, ડેંગૂ અને ચિકનગુનિયા ની રોગથામ હેતુ જૂન માસ 2020ના અંતિમ સપ્તાહથી જ આખી વર્કશોપ પરિસરના મચ્છરોને પનપને ના દુર્ગમ સ્થાનોનના વ્યાપક વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ વિસંક્રમણ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. આ ટેક્નોલોજી વિશે જણાવતાં મુખ્ય કારખાના પ્રબંધક, લોઅર પરેલ શ્રી તરુણ હુરિયાએ જણાવ્યું કે સામાન્યતઃ પહોંચથી બહારના સ્થાન જેવા કે શેડ તથા ઇમારતોની છતો, વૈલી ગટર વગેરેમાં પનપને વાળા વેકટર જન્ય રોગોના મચ્છરોને મારવાના હેતુથી રેલવે કારખાનામાં પહેલી વખત ‘’એરિયલ માઇક્રોબિયલ ડિસઇન્ફેક્શન’’ ની સહાયતા થી વિસંક્રમણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક ડ્રોન દ્વારા મચ્છરોને પનપને ના દુર્ગમ સ્થાનોનો સાવધાનીપૂર્વક સર્વેક્ષણ કરવામાં આવે છે અને બીજા ડ્રોનની મદદથી તે સ્થાનો પર વિસંક્રામક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. આ ડ્રોનની મદદથી આખા કારખાનાના પરિસરમાં 500 મીટર સુધીની ઉંચાઉના દુર્ગમ સ્થાનો પર પ્રતિદિન લગભગ 12 કલાક સુધી 15 લીટર વિસંક્રામક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. ઉપયોગમાં લેવામાં આવી રહેલ વિસંક્રામક દવાઓ 65 પ્રકારના વાયરસ, 400 પ્રકારના બેક્ટરિયા અને 100થી વધુ પ્રકારના કવકો (fungi) અટકાવવા માટે પણ અસરકારક છે. આ પ્રયાસોને મચ્છરો સિવાય લાર્વા અને મોટો મોટા મચ્છરોને અંકુશમાં લાવવા ફળસ્વરૂપ કારખાના કર્મિયો તથા આસપાસના ક્ષેત્રોમાં રહેતા લોકોને ઘણી રાહત મળી છે. આ સંપૂર્ણ ગતિવિધિઓનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે, જેથી એ નક્કી થાય કે મચ્છરોને પનપને ના તમામ દુર્ગમ સ્થાનો પર છંટકાવ કરવામાં આવેલ છે. પ્રૌદ્યોગિકીની આ મદદથી ડ્રોનનો ઉપયોગ કરીને વિસંક્રમણ કાર્ય ફક્ત પશ્ચિમ રેલવે પર પહેલી વખત કરવામાં આવ્યુ છે પરંતુ આખી ભારતીય રેલ ખાતે આ પ્રકારનો પહેલો પ્રયોગ છે.

lower parel workshop drone disinfetion 26295414598913219751.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી ઠાકુર એ જણાવ્યું કે પશ્ચિમ રેલવેના લોઅર પરેલ કારખાનુ વર્ષ 1876 માં બનેલ બ્રિટિશ યુગનું હેરિટેજ સ્મારક છે જેમાં એક શેડ અને પ્રશાસનિક ભવનના સુદૃઢ રુપને સારી રીતે મેન્ટેન કરેલ છે. આ કારખાનું ઘણુ જ જુનુ છે પરંતુ કારખાનાના વિરાસતી ગરિમાને જાળવીને અહી ન્યૂ જનરેશન કોચોના આવધિક ઓવરહોલિંગ નવીનતમ ટેકનિક ને અપનાવીને કરવામાં આવી રહેલ છે.