Jamnagar 2 1

વડાપ્રધાન મોદીના જન્મ દિવસે સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા હોસ્પીટલમાં સાધન સહાય અર્પણ કરાયા

Jamnagar 2 1 edited

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની ખાસ કરીને સેવા પ્રકલ્પોથી ઉજવણી કરવા દેશભરમા વિવિધ સેવા કાર્યો “સેવા સપ્તાહ ” અંતર્ગત યોજાઇ રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના દિવસે જામનગરમાં સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમના ખાસ માર્ગદર્શન અને નિર્દેશ હેઠળ જામનગરની જી.જી.હોસ્પીટલમા સ્ટ્રેચર અને આઈ.સી.સી.યુ. માટે ટોયલેટચેર દર્દીઓની સુવિધા માટે અર્પણ કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદીના ૭૦ મા જન્મદિવસે આ રીતે દર્દી દેવો ભવ ની ભાવનાથી સેવા પ્રકલ્પ હાથ ધરાયો હતો

loading…

ઉલ્લેખનીય છે કે સંસદના સત્રમા જવાનુ હોવાથી સંસદસભ્ય પૂનમબેન માડમ એ “સેવા સપ્તાહ”નો શુભારંભ ગત તારીખ ‍૧૩ થી હર્ષદપુરમા વૃક્ષરોપણ કરી પ્રેરણા આપી કરાવ્યો હતો

તેવીજ રીતે સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા વધુ એક ખૂબ જરૂરી સેવાપ્રકલ્પ દ્વારા તેઓના પિતાની સ્મૃતિમા સમાજ સેવા કાર્યો માટે ખાસ નિર્માણ કરેલા ટ્રસ્ટ સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ ના નેજા હેઠળ વધુ એક ઉમદા સેવા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના દિવસે જામનગરમા આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પીટલમા સાધન સહાય અર્પણ કરવાનુ ઉમદા કાર્ય હાથ ધરવામા આવ્યુ હતુ

Banner City 1