WhatsApp Image 2020 09 26 at 10.12.30 AM 1

જામનગરમાં મોડી રાત્રે એપાર્ટમેન્ટ ના ફ્લેટ માં આગથી દોડધામ

ફ્રીજ પાસે ઈલેક્ટ્રીક વાયરીંગ સળગતાં આગ ભભૂકી: ફાયરે આગ ને સમયસર કાબૂમાં લીધી

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૬ સપ્ટેમ્બર: જામનગરમાં ગુરુદ્વારા નજીક આવેલા એકતા એપાર્ટમેન્ટ ના ગ્રાઉન્ડ ફોર્મમાં એક ફ્લેટમાં ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી, આ બનાવવાની વિજ તંત્ર તેમજ ફાયર બ્રિગેડને જાણ થતા બંને વિભાગની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ સમયસર કાબૂમાં આવી જતા એપાર્ટમેન્ટ ના રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.

WhatsApp Image 2020 09 26 at 10.12.30 AM 1


આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુરુદ્વારા નજીક એકતા એપાર્ટમેન્ટ ના ગ્રાઉન્ડ ફ્લોર માં રહેતા દેવેનભાઇ પટેલના ફ્લેટમાં ગઇ કાલે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ફ્રીજ ની પાછળ ઈલેક્ટ્રીક વાયરીંગ માં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી, અને ફ્રીજ નો પાછળ નો ભાગ તેમજ વાયરીંગ વગેરે સળગ્યા હતા. અને આગની જવાળાઓ ફેલાઈ હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ તેમજ વીજ તંત્રને જાણ કરાતા બન્ને વિભાગની ટૂકડી આવી ગઈ હતી, અને એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડ શાખાની ટીમે તરત જ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

loading…

આગના બનાવને લઇને એપાર્ટમેન્ટના રહેવાસીઓ તેમજ આસપાસના રહેવાસીઓ ભય ના માર્યા બહાર દોડી આવ્યા હતા, પરંતુ સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અને વધુ નુકસાની અટકી હતી.

Banner Ad Space 03