IMG 20200720 WA0003

જામનગર તાલુકાના ઠેબા ગામ સજ્જડ બંધઆજથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત

IMG 20200720 WA0004

જામનગર, ૨૦ જુલાઈ:જામનગર તાલુકાના ઠેબા ગામમાં થી પણ કોરોના ના દર્દીઓ સામે આવતા જતા હોવાથી, અને કોરોના નું સંક્રમણ સ્થાનિક લેવલે વધી ગયું હોવાથી ઠેબા ગામમાં સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ માટે ના લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. અને આજે સોમવારથી આવતા રવિવાર સુધી એક સપ્તાહ માટે લોકડાઉન ની જાહેરાત સરપંચ દ્વારા કરવામાં આવી છે.
જામનગર શહેર-જીલ્લામાં હાલ કોરોના વાયરસનું લોકલ સંક્રમણ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. વહીવટી પ્રસાસન અને આરોગ્ય તેમજ પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે. છતાં પણ સુપર સ્પ્રેડર સુધી પહોચવું મુશ્કેલ છે. આ સમયે જામનગરની ભાગોળે આવેલ ઠેબા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IMG 20200720 WA0006


જામનગર તાલુકાના ઠેબા ગામ દ્વારા આગામી સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીના સરપંચ, સદસ્યો અને ગ્રામજનો વચ્ચે થયેલ તંદુરસ્ત વાર્તાલાપ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

IMG 20200720 WA0003


આગામી રવિવાર સુધી આવશ્યક ચીજ વસ્તુઓ અને મેડીકલ સિવાયની તમામ સેવાઓ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તમામ ગ્રામજનોએ આ લોકડાઉનમાં સહકાર આપવાની ખાતરી આપી છે.

IMG 20200720 WA0005