IMG 20200722 WA0022

દેશદાઝએ કોરોનાને મ્હાત આપી કપરા કાળમાં પણ સરહદ પર જામનગરની બહેનો એ જવાનો ને ૫૪૦ રાખડી મોકલી.

img 20200722 wa00235836445174934447942

મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલની મહેનત રંગ લાવી, બહેનોએ ઉત્સાહભેર જવાનોને રાખડી મોકલાવી

img 20200722 wa00227754569208019827052

શહેરની મહિલા સંસ્થાઓ, દિવ્યાંગ બહેનો, વિકાસગૃહની બહેનો તેમજ અંધ બહેનોએ સરહદ પર મોકલી રાખડી

ભારતમાતાની માતૃભૂમિની રક્ષાકાજે દેશના દરેક ખૂણામાં સરહદ પર દિવસ રાત ટાઢ, તપ અને માઇનસ ડિગ્રી તાપમાનમાં પરિવારોથી દૂર ફરજ બજાવતા ભારતની ત્રણેય પાંખના સૈનિકો જ્યારે તહેવારો આવે છે ત્યારે તેમના પરિવારોને યાદ કરે છે આવા સમયે તેમણે જરૂર હોય છે અને દેશના લોકોની હુંફ અને પ્રેમની સિયાચીન અવરનેશ ડ્રાઈવ ( જિપ્સી મેગેઝીન) દ્વારા પ્રતિવર્ષ સરહદ પરના જવાનોને રક્ષાબંધન પર રાખડી મોકલવામાં આવે છે જેમાં જામનગરથી વોર્ડ નં-૫ના ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ પણ જોડાયા છે.

img 20200722 wa002114745012377518668


જામનગરમાં ગત વર્ષે સામાન્ય સંજોગોમાં સરહદ પરના સૈનિકો માટે રાખડી મોકલવાનું આયોજન સિયાચીન અવેરનેશ ડ્રાઈવ અને વોર્ડ ૫ ના મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા યોજવામાં આવ્યું હતું અને ત્યારે શહેરની બહેનોએ અને વિવિધ મહિલા સંસ્થાઓ દ્વારા અંદાજે ૫૦૦થી વધુ રાખડી સરહદ પરના જવાનો સુધી પહોચડવામાં આવી હતી. જ્યારે હાલની કોરોના મહામારીની કપરી પરિસ્થિતીમાં પીએન દેશદાઝ વધુ પ્રજ્વલીત જોવા મળી હતી અને અંદાજે ૫૪૦થી વધુ રાખડી અને સંદેશાઓ જામનગરની બહેનોએ દેશની રક્ષા કરતાં સૈનિકો માટે લખી મોકલ્યા હતા.

img 20200722 wa00204879046036226139650

દેશના ૧૩૦ કરોડ લોકો સુખચેનથી રહી શકે અને પરિવાર સાથે દરેક તહેવારોની ઉજવણી કરી શકે તેની રક્ષા માટે પોતાના પરિવારથી દૂર સરહદ પર કઠિન પરિસ્થિતીમાં ફરજ બજાવતા સૈનિકો માટે જામનગરની મહિલા સંસ્થાઓ, વિકલાંગ બાળાઓ, અંધ બહેનો અને વિકાસગૃહની બાળાઓએ રાખડી મોકલાવી હતી જેમાં ન્યુ વિઝન ક્લબ, ડિલાઇટ ક્લબ, ૐ ટ્રેનીંગ સેન્ટર, બ્રહ્મશક્તિ ગ્રૂપ, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા રાખડી મળી હતી જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, શહેર મહિલા પાંખના પ્રમુખ શારદાબેન વિંઝુડા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ, સાથે કોર્પોરેટર અને કાર્યક્રમના આયોજક ડીમ્પલબેન રાવલ દ્વારા રાખડી સરહદ પરના સૈનિકો માટે રવાના કરવામાં આવી હતી.

જામનગરથી જગત રાવલની રિપોર્ટ

*********