જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર

જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના ખેતલા શેરીમાં રહેતા મગનભાઈ વૈષ્ણવ (૫૦)  નો સમાવેશ થાય છે. 

    ઉપરાંત ૧૩ કેસ શહેરી વિસ્તાર ના છે જેમાં મુરલીધર સોસાયટી માં રહેતા મલખાનસિંહ બેસન (૬૫) , આનંદ કોલોની માં રહેતા કમળાબેન રમેશભાઈ દેવાણી (૬૦) મોટી આશાપુરા મંદિર નજીક રહેતા દેવીબેન હીરાભાઈ પરમાર (૭૫),  સ્વામિનારાયણ નગરમાં રહેતા ગોરી બેન ચનાભાઇ પરમાર (૮૨), યોગેશ્વર ધામ ઢીંચડા માં રહેતા કૌશલ કુમાર ગુપ્તા (૩૪), કાજીનો ચકલો આંબલીફળી માં રહેતા હિમાંશુભાઈ વેણીલાલ પારેખ (૪૮), નંદનવન સોસાયટી રણજીતસાગર રોડ પર રહેતા અશ્વિનકુમાર જેઠવાણી (૪૦),  ખોડીયાર કોલોની ના ઘનશ્યામસિંહ વાઢેર (૩૮),  પટેલ કોલોની ના મુકેશભાઈ ગોવિંદભાઈ આશવાણી (૪૫), હરીયા કોલેજ માર્ગ,  કૌશલ નગરમાં રહેતા જયેશભાઈ ગોગાભાઈ કથીરિયા (૪૫), રણજીતસાગર રોડ સુભાષ પાર્કમાં રહેતા મુક્તાબેન બાબુભાઈ ગોહિલ (૭૦), પટેલ કોલીની માં રહેતા મહેશ કુમાર શાહ (૬૮)  અને ખોડિયાર કોલોનીમાં રહેતા ભારતસિંહ હરિસિંહ વાઢેર (૫૫) , નો સમાવેશ થાય છે.

    જામનગર શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૨૮૯ નો થયો છે, જ્યારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સદી પૂરી થઈ છે. અને કુલ ૧૦૭ કેસ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં કુલ ૩૯૬ દર્દીઓ કોરોના ગ્રસ્ત બન્યા છે.