uts app

ભારતીય રેલ્વે (Indian Railway) ધ્વારા યુ.ટી.એસ. ઓન મોબાઇલ એપ સુવિધાને ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે

indian railway

Indian Railway: જે પણ રેલ મંડળમાં જ્યારે પણ અનારક્ષિત રેલ સેવાઓ શરૂ કરવામાં આવે, સંબંધિત મંડળ અનારક્ષિત ટિકિટ આપવા માટે મંડળોમાં યુ.ટી.એસ. ઓન મોબાઇલ એપ સુવિધાને સક્રિય કરે

અમદાવાદ , ૨૫ ફેબ્રુઆરી: ભારતીય રેલ્વે (Indian Railway) ધ્વારા તે રેલ મંડળોમાં યુ.ટી.એસ. ઓન મોબાઇલ એપ સુવિધાને ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં અનારક્ષિત રેલ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે કાઉન્ટર પર ભીડને રોકવા અને સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે મોબાઇલ એપ યુ.ટી.એસ.ઓન મોબાઇલ સુવિધા ચાલુ કરવામાં આવી રહી છે

રેલ મંડળોને નિર્દેશિત કરવામાં આવ્યા છે કે જે પણ રેલ મંડળમાં જ્યારે પણ અનારક્ષિત રેલ સેવાઓ શરૂ કરવામાં આવે, સંબંધિત મંડળ અનારક્ષિત ટિકિટ આપવા માટે મંડળોમાં યુ.ટી.એસ. ઓન મોબાઇલ એપ સુવિધાને સક્રિય કરે

Railways banner

ટિકિટ કાઉન્ટરો પર ભીડ ઓછી કરવા અને સામાજિક અંતરના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલ્વે (Indian Railway) યુ.ટી.એસ. ઓન મોબાઈલ એપ પર અનારક્ષિત ટિકિટની વેચાણ સેવા શરૂ કરવામાં આવશે.

 ભારતીય રેલ્વે (Indian Railway) તબક્કાવાર રીતે અનારક્ષિત રેલ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. અનારક્ષિત ટિકિટ બુક કરવામાં મુસાફરોની અસુવિધા ટાળવા અને ટિકિટ કાઉન્ટરો પર સામાજિક અંતરનાં નિયમોનું પાલન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપનગરીય ક્ષેત્રમાં યુ.ટી.એસ. ઓન મોબાઈલ એપ્લિકેશન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેલવે મંડળના બિન- ઉપનગરીય ક્ષેત્રમાં પણ સુવિધા ફરી શરૂ થવાની સંભાવના છે. તમામ રેલ મંડળોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જ્યારે પણ અનારક્ષિત રેલ સેવાઓ ચાલુ કરવામાં આવશે, સબંધિત રેલ મંડળો અનારક્ષિત ટિકિટ આપવા માટે યુ.ટી.એસ. ઓન મોબાઇલ એપ્લિકેશન સુવિધાને સક્રિય કરે.

આ પણ વાંચો…shreedevi fan: શ્રીદેવીનો એવો ફેન જે આજે પણ છે અપરણિત, માનતો હતો એક્ટ્રેસને પોતાની પત્ની- જાણો કોણ છે આ વ્યક્તિ…