Star Ganpati 5

બોલીવુડના સિતારાઓ કેવી રીતે કરી રહ્યા છે ગણપતિનું પૂજન

અહેવાલ: હેમાલી ભટ્ટ

૨૩ ઓગસ્ટ,પીળા વસ્ત્રોમાં સજ્જ થઈને અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પતિ રાજ અને દીકરા સાથે મંગલમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું.સલમાન ખાને પિતા સલીમ ખાન,હેલન,સલમા ખાન સહિતના પરિવારજનો સાથે દુંદાળાદેવનું પોતાના ઘરે સ્વાગત કર્યું. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ પણ પોતાના ઘરે ગણેશ સ્થાપના કરી તસવીર સોશલ મીડિયા પર શેયર કરી,અભિનેત્રી સોનાલી બેંદ્રેએ ટ્રેનિશનલ કપડામાં સજ્જ થઈને ગણપતિ બાપ્પાનું વેલકમ કરતા નજરે ચડી.તો અભિનેત્રી શ્રદ્ધા કપૂરે હેંડ મેડ ગણપતિ બાપાનું સ્થાપન કર્યું.

Salman

અભિનેતા નીલ નીતિન મુકેશે સમગ્ર પરિવાર સાથે ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી.અભિનેતા વરૂણ ધવને પણ પોતાના ઘરે ગણપતિનું સ્વાગત કર્યું.સંજય દત્તે પત્ની માન્યતા દત્ત સાથે બાપ્પાનું સ્વાગત કર્યું.કોરોનાકાળમાં મદદ માટે હંમેશા આગળ રહેનારા સોનુ સુદે પણ પોતાના ઘરે વિધ્નહર્તાનું સ્વાગત કર્યુ.

Banner Still Guj