મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પાઠવેલી દિવાળીના પ્રકાશમય પર્વની શુભેચ્છાઓ

- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના અધિકારીઓ-પદાધિકારીઓ શહેર શ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિતો, પક્ષના કાર્યકરો, વગેરેને પાઠવેલી દિવાળીના પ્રકાશમય પર્વની શુભેચ્છાઓ
- કોવિડ-૧૯ ની પરિસ્થિતિને અનુલક્ષીને આરોગ્ય સંબંધી તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે કરાયેલું પાલન
અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ
રાજકોટ,14 નવેમ્બર- દિવાળીના પ્રકાશમય અને મંગલમય પર્વ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરના અધિકારીઓ પદાધિકારીઓ, શહેરશ્રેષ્ઠીઓ, પ્રતિષ્ઠિતો, પક્ષના કાર્યકરો, પાડોશીઓ, શુભેચ્છકો વગેરેને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના મંગલમય ભાવિની કામના સેવી હતી.

મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી, કલેકટર સુશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવશિયા, પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના, ભારતીય જનતા પક્ષના કાર્યકરો, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના પાડોશીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરીકો, તથા મુખ્યમંત્રીશ્રીના સમગ્ર પરિવારજનો મુખ્યમંત્રીશ્રીને દિવાળીના ઉલ્લાસમય વાતાવરણમાં મળ્યા હતા અને ફળોની ટોપલી, મીઠાઈ, ચોકલેટ, રંગબેરંગી ફૂલો, ભગવાનની મૂર્તિઓ વગેરેથી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પણ ઉપસ્થિત તમામને ઉમળકાપૂર્વકની શુભકામનાઓ આપી હતી. અને સહુના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ સેવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા આદાન-પ્રદાન દરમિયાન કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પણે પાલન કરવામાં આવ્યું હતું.