Aanand stick 4

સેવાધામ ગોકુલ ધામ નાર ખાતે વૃધ્ધો,અને અશક્તો ને વોકીંગ સ્ટીક અર્પણ કરાઈ….

Aanand stick 4

એન.આર.આઈ દાતાઓનું સરાહનીય કાર્ય

રોટરી કલબ ઓફ તારાપુર નું મહત્વ નું યોગદાન

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ

આણંદ,૧૨ સપ્ટેમ્બર: સેવા ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓનું કેન્દ્ર એટલે ગોકુલધામ નાર, સંવેદના સભર માનવ સેવા માટે જાણીતા ગોકુલધામ નાર ખાતે આજે વૃદ્ધ અશક્ત મહિલા અને પુરૂષોને ચાલવામાં ટેકો રહે અને સરળતા થી ઘરમાં ફળિયામાં હરી ફરી શકે તેવી ટેકા લાકડી(સ્ટીક) અને ઘોડી સાધુ સંતો અને સેવાભાવી અગ્રણીઓ ના શુભ હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

આ વિતરણ કાર્યક્રમમાં પ્રિતુલભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, મૌલીનભાઈ શાહના આર્થિક સહયોગથી ૨૭૦૦ નંગ વોકીંગ સ્ટીકનું સુચારૂં વિતરણની જવાબદારી અને વ્યવસ્થાપન રોટરીક્લબ ઓફ તારાપુરના પ્રમુખ શ્રી શુભાષભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા કરાયું હતું. ગોકુલ ધામ નાર ખાતે યોજાયેલ ટેકા સ્ટીક અર્પણ કરવાના કાર્યક્રમમાં અમેરીકા સ્થિત વર્જીનીયામાં બીચ સેવા મંડળ શૈલેષભાઈ પટેલ, મનનભાઈ શાહ, રૂદ્રાક્ષભાઈ પટેલ, જૈનિશભાઈ પટેલ, નૌતમસ્વામી વડતાલ, પુરાણીસ્વામી, ગોકુલધામ નારના સાધુ શુકદેવપ્રસાદ દાસજી ,સાધુ હરિકેશવ સ્વામી, જિલ્લાના અગ્રણી મહેશભાઈ, મહેશભાઈ પુજારા-મુંબઈ, રાજેષભાઈ સરપંચ શ્રી નાર, નિલેશભાઈ ઠાકરે, કેતનભાઈ, જશભાઈ આશી, નગીરભાઈ શાહપુર, મહેન્દ્રભાઈ અમીને પ્રેરક હાજરી આપી હતી.

એન.આર.આઈ દાતાઓના રૂા. નવ લાખના દાનથી ટેકા સ્ટીક અને ઘોડી વૃધ્ધાશ્રમો અને આજુબાજુના ગામોના અશક્ત અને વયોવૃધ્ધ લોકોને અર્પણ કરવામાં આવી હતી,
તારાપુર કેળનવણી મંડળના પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે એન.આર.આઈ દાતાઓના સહયોગથી અને ગોકુલધામ નાર ના પવિત્ર સ્થાને સાધુ શુકદેવ પ્રસાદદાસ અને સાધુ હરિકેશવદાસના આશીર્વાદથી અને દાતાઓના દાનથી હોસ્પિટલના દર્દીઓને ટીફીન સેવા, શાળા ઓમાં પીવાનું શુદ્ધ પાણી સહિતની સેવાઓ સાથે આગામી શિયાળામાં ૧૧ હજાર લોકોને સ્વેટર ,ઝેકેટ,અને ટોપી ઠંડી સામે રક્ષણ માટે આપવાનું આયોજન કર્યું છે વયોવૃધ્ધ, અશક્ત લોકોને ટેકા લાકડી અને વોકીંગ ઘોડી મળતાં તેઓએ રાહત અનુભવી હતી.અને ગોકુળ ધામ નાર સંકુલ માં ઉત્સસાહિત ભાવે ટેકા લાકડી સાથે ચાલતા જોવા મળ્યા હતા.

loading…

અહીં તારાપુર અને આજુબાજુ ના અશક્ત ,વૃદ્ધ,મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નાર ગામનાં સેવાભાવી યુવાનો અને રોટરી કલબ ઓફ તારાપુરનાં સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.