WR Mask edited

મંડળ રેલ્વે ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર માસ્ક વિતરણ

અમદાવાદ , ૦૮ એપ્રિલ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળની મંડળ રેલ્વે ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ના સભ્યો દ્વારા અમદાવાદ જંકશન રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વિશેની માહિતી લેવામાં આવી હતી અને મુસાફરોને કોરોનાથી બચાવ માટે, માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા અને વારંવાર હેન્ડવોશ કરવા પ્રત્યે સભાન બનાવવામાં આવ્યા હતા. તેમજ સમિતિના સભ્યો દ્વારા મુસાફરોને ફેસ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, સમિતિના સભ્યો દ્વારા મુસાફરો પાસેથી કોવિડ -19 માટે નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

ADVT Dental Titanium

આ સમયગાળા દરમિયાન ડીઆરયુસીસી (DRUCC)ના સભ્યો અશ્વિન બેંકર,જયેશ વાઘેલા, રમેશ દેસાઇ, હરેશ પરમાર, સંજય લીઓવા, વિવેક નાયક, માંજી​​આહિર અને ઝેડઆરયુસીસીના સભ્યો યોગેશ મિશ્રા અને કિંજલ પટેલ તથા રેલ્વે પોલીસ અને રેલ્વે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી