Driving License

ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલિડિટી (અવધિ) ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબવવામાં આવી

અહેવાલ: વિપુલ ચૌહાણ

અમદાવાદ, ૨૯ સપ્ટેમ્બર: કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. એડવાઇઝરી મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી તા.૩૧.૧૨.૨૦૨૦ સુધી નાગરિકોને મુકિત આપવામાં આવે છે. આ દસ્તાવેજોમાં વાહનનું ફીટનેશ, ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે.

Driving License

એન્ફોર્સમેન્ટની કામગીરી દરમ્યાન એન્ફોર્સમેન્ટ અધિકારી/કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. વધુમાં, શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા બાદ શિખાઉ લાયસન્સની પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સ ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે Carry Forward થશે એમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

loading…