વિપરીત પરિસ્થિતિ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની 374 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 68,000 ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

parcel train combo605100893607292879.

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦

કોરોનાવાયરસ રોગચાળાને પગલે લોકડાઉનના વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની ટાઈમ ટેબલ પાર્સલ વિશેષ ટ્રેનો સતત દોડી રહી છે, જેના દ્વારા પશ્ચિમ રેલ્વે દેશભરમાં તબીબી સાધનો, દવાઓ, અનાજ વગેરે મોટા ભાગની આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન ની જવાબદારી સારી રીતે નિભાવી પોતાના ગ્રાહકો ની જરૂરતો માટે પોતાની પુરેપુરી પ્રતિબદ્ધતા ને સાબિત કરી રહી છે.આ સિવાય પશ્ચિમ રેલ્વે તેની દૂધ વિશેષ ટ્રેનોના માધ્યમ દ્વારા દેશના વિવિધ ભાગોમાં દૂધ અને દૂધની ચીજવસ્તુઓની સપ્લાય પણ સતત સુનિશ્ચિત કરવામાં આવે છે.આજ ક્રમમાં બાંદ્રા ટર્મિનસ અને લુધિયાણા વચ્ચે અગાઉ સૂચિત પાર્સલ સ્પેશિયલ ટ્રેનને હવે માંગ મુજબ અલવર અને રેવારી સ્ટેશનો પર બે વધારાના સ્ટોપ બંને દિશામાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નોંધનીય છે કે ટ્રેન નંબર 00901/00902 બાન્દ્રા ટર્મિનસ – લુધિયાણા – બાન્દ્રા ટર્મિનસ પાર્સલ વિશેષ ટ્રેન 30 જુલાઇ, 2020 સુધી દર બીજા દિવસે દોડશે. આ સાથે 1 ઓગસ્ટ, 2020 ના રોજ ટ્રેન નંબર 00902 નો એક વધારાનો રાઉન્ડ ચલાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, 23 માર્ચથી 1 જુલાઇ, 2020 સુધીમાં,, 68,600 ટનથી વધુ વજનની વસ્તુઓ નો પશ્ચિમ રેલ્વે દ્વારા તેની 374 પાર્સલ વિશેષ ટ્રેનોના માધ્યમ દ્વારા લઇ જવામાં આવી છે. જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો,દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે 21.99 કરોડ રૂપિયા છે.આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 51 દૂધની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 38 હજાર ટનથી વધુનું ભારણ હતું અને વેગનના 100% ઉપયોગથી આશરે 6.59 કરોડની આવક થઈ હતી.તેવી જ રીતે, 26700 ટન થી વધુ વજનની 315 કોવિડ -19 વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેની આવક રૂ. 13.35 કરોડ હતી. આ સિવાય 3534 ટન વજનવાળા 8 ઇન્ડેન્ટેડ રેક્સ પણ લગભગ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. 1.76 કરોડથી વધુની આવક થઈ છે. 22 માર્ચથી 1 જુલાઇ, 2020 સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 16.42 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે ગુડ્સટ્રેનની કુલ 7966 રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે . 15,687 ગુડ્સટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે જોડવામાં આવી છે. જેમાં 7859 ટ્રેનોને સોંપવામાં આવી હતી અને 7828 ટ્રેનોને વિવિધ વિનિમય સ્થાન પર લઈ જવામાં આવી હતી.પાર્સલ વાન / રેલ્વે દૂધની ટેન્કર (આરએમટી)ના 375 મિલેનિયમ પાર્સલ રેક દેશના જુદા જુદા ભાગોમાંદૂધનો પાવડર, પ્રવાહી દૂધ અને સામાન્ય ઉપયોગી વસ્તુઓ માંગ મુજબ મોકલવામાં આવી હતી. પશ્ચિમ રેલ્વેએ લોકડાઉન સમયગાળા દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ સમયસભર પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.આમાંથી બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો 2 જુલાઈએ પશ્ચિમ રેલ્વેથી રવાના થઈ હતી, જેમાં પહેલી ટ્રેન બાંદ્રા ટર્મિનસથી લુધિયાણા અને બીજી પાલનપુરથી હિંદ ટર્મિનલ માટે દૂધની રેક તરીકે દોડી હતી.
આ દરમિયાન, આસામના કામરૂપ વિસ્તારમાં સંપૂર્ણ લોકડાઉન થવાને કારણે ટ્રેન નંબર 00949 ઓખા – ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેનની 5, 8 અને 12 જુલાઈ ની સેવાઓને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકડાઉનને કારણે નુકસાન અને રિફંડ ચૂકવણી
કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલ્વે પરની કમાણીનું કુલ નુકસાન માર્ચ 2020 થી 1 જુલાઈ, 2020 સુધીમાં રૂ .1554 કરોડથી વધુ થયું છે. જેમાં ઉપનગરીય ક્ષેત્ર માટે રૂ. 225.81 કરોડ અને નોન-પરા વિસ્તાર માટે 1328.69 કરોડ રૂપિયાનુ નુકસાન શામેલ છે. આ હોવા છતાં, આજ સુધી ટિકિટ રદ કરવાના પરિણામે, પશ્ચિમ રેલ્વેએ 380.11 કરોડનું રિફંડ સુનિશ્ચિત કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, આ રીફંડ રકમમાં, એકલા મુંબઇ ડિવિઝને 180.30 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત ચૂકવણીની ખાતરી આપી છે. અત્યાર સુધીમાં, 58.30 લાખ મુસાફરોએ આખી વેસ્ટર્ન રેલ્વે પર તેમની ટિકિટ રદ કરી છે અને તે મુજબ તેમની રિફંડની રકમ પ્રાપ્ત થઈ છે.