X Chairman deesa taluka sangh

Deesa: ડીસા તાલુકા સંઘ ના પૂર્વ ચેરમેન ના આગોતરા જામીન ના મંજુર..

Deesa: ડીસા તાલુકા સંઘ ના પૂર્વ ચેરમેન ના આગોતરા જામીન ના મંજુર.. ત્રીજી એડિશન કોર્ટ એ આગોતરા જામીન અરજી ફગાવી..

  • રૂ 1.80 કરોડ ની ગેરનીતિ ની નોંધાઇ હતી ફરિયાદ..

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૦૨ એપ્રિલ:
Deesa: ડીસા તાલુકા સંઘ ના પૂર્વ ચેરમેન દશરથ કાળું દેસાઈ સામે રૂ 1.80.કરોડ ની ગેરનીતિ ની ફરીયાદ નોંધાયા બાદ આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી ત્યારે ડીસા ની કોર્ટ એ જામીન અરજી ફગાવી દીધી હતી..

ADVT Dental Titanium

બનાસકાંઠા ના રાજકીય લેબોરેટરી ગણાતા ડીસા માં રોજેરોજ રાજકીય વધી રહ્યા છે.ત્યારે ડીસા માં એક સમયે ખેડૂતો ની વિશ્વાસુ ગણાતી ધી ડીસા (deesa)તાલુકા ખરીદ વેચાણ સંઘ માં કેટલાક રાજકીય અને અંગત સ્વાર્થ માટે સત્તા પર આવેલા નેતાઓ એ સંઘ ને દેવાદાર બનાવી દીધી હતી ત્યારે પૂર્વ ચેરમેન દશરથ કાળું દેસાઈ ના ગોટાળા બહાર આવતા જિલ્લા રજીસ્ટાર દ્વારા રેકર્ડ કબ્જે કરી તપાસ હાથ ધરતા રૂ 1.80 કરોડ ની ગેરનીતિ બહાર આવી હતી.અને ત્યારબાદ ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરો ને હટાવી સરકારે પ્રતિનિધિ મુકતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા ચેરમેન બન્યા હતા

Whatsapp Join Banner Guj

જોકે બાદમાં સંઘ ના મેનેજર ઈશ્વર દેસાઈ એ રૂ 1.80 કરોડ ની ગેરનીતિ મામલે ડીસા (deesa) દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી અને બાદમાં દશરથ કાળું દેસાઈ એ આગોતરા જામીન માટે ડીસા ની ત્રીજી એડિશનલ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટ એ ખેડૂતો ની સંસ્થા સાથે ગેરનીતિ ને ગંભીર ગણી જામીન અરજી રદ કરી હતી..

જોકે રાજકીય માંથું ગણાતા દશરથ કાળું દેસાઈ ના આગોતરા જામીન અરજી ના મંજુર થતા હવે સંકટ વધ્યું છે અને પોલીસ ગમે તે સમયે ધરપકડ કરી શકે છે..

આ પણ વાંચો…મહત્વ પૂર્ણ ચુકાદો: આ મહિલા ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ કેસ જીતી, વાંચો તલાક(triple talaq act) બાદ ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા વિશે