Deesa ward-06: ડીસા વોર્ડ-06 ના સભ્ય સામે હકીકત છુપાવવા બદલ રજૂઆત..

News flash Thambnail edited

Deesa ward-06: ડીસા ચૂંટણી અધિકારી ને લેખિત ફરિયાદ આપી સભ્યપદ રદ કરવા માંગ કરાઈ..

  • સભ્ય વાસુ મોઢ એ સોગંદનામું ખોટું રજૂ કર્યાના આક્ષેપ સાથે રજુઆત..
  • ડીસા પાલિકા માં વોર્ડ છ માં ચૂંટાયેલા સભ્ય વાસુ મોઢ સામે સ્થાનિક દ્વારા સભ્યપદ રદ કરવા અને ખોટું સોગંધ નામું રજૂ કરવા બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરાઈ છે.

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા,૨૭ માર્ચ:
ડીસા માં હમણાં પાલિકા ની ચૂંટણી યોજાઈ જેમાં વોર્ડ છ માં (Deesa ward-06) ભાજપની પેનલ માંથી ચૂંટાઈ આવેલ વાસુદેવ પરસોત્તમદાસ મોઢ જેઓ બહુમતી સાથે વિજેતા થયેલ ત્યારે વાસુ મોઢ એ ઉમેદવારીપત્ર માં રજૂ કરેલ સોગંધનામું ખોટું હોવાના પુરાવા સાથે વાડી રોડ ડીસા ના મુકેશભાઈ દલપતરામ ખત્રી એ ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત માં પુરાવા સાથે ફરિયાદ કરતા મામલો ગરમાયો છે.

ADVT Dental Titanium

મુકેશ ખત્રી એ પોતાની લેખિત ફરિયાદ માં જણાવ્યું હતું કે વાસુ મોઢ સામે કિમી કેસ નં 166/2008 થી ઇપીકો કલમ 186,323,504,114 મુજબની ફરિયાદ નોંધાયેલ હતી જેનો નિકાસ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ ઉમેદવારી ફોર્મ માં કેસ બાબતે કોઈજ વિગત દર્શાવવામાં આવેલ નથી અને સત્ય હકીકત છુપાવેલ હોઈ નામદાર કોર્ટ ને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે સાથે પાલિકા સભ્ય વાસુ મોઢ એ સોગંધનામાં માં પણ ગુન્હા બાબતે કોઈક ઉલ્લેખ કરેલ નથી જેથી સરકાર સામે ફ્રોડ કરવાનું કૃત્ય કરેલ છે જેથી ચૂંટણી અધિકારી એ ખોટું સોંગધનામું કરી હકીકત છુપાવવા બદલ કાયદેસર ની કાર્યવાહી કરવા અને સભ્યપદ રદ કરવાં ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ છે.

Whatsapp Join Banner Guj

જોકે ડીસા પાલિકા માં ચૂંટાયેલા ભાજપ ના સભ્ય સામે સભ્યપદ રદ કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ થતા અનેક સભ્યો કે જેઓ પણ પોતાના ઉપર થયેલ ગુન્હા છુપાવેલ છે તેઓ પણ ચિંતા માં મુકાયા છે.જોકે હવે ચૂંટણી અધિકારી શુ નિર્ણય લે છે તે જોવાની રહ્યું..

આ પણ વાંચો…ધૃણાસ્પદ ઘટનાઃ પરિણીત દીકરી સાથે પિતાએ કર્યુ દુષ્કર્મ(raped), પૌત્રીનું પણ યૌન શોષણ કર્યુ- અંતે દીકરીએ લીધો આ નિર્ણય