181 abhayam team

૧૮૧ અભયમની ટીમ દ્વારા રંગોળી દોરી દીપાવલી પર્વની ઉજવણી કરાઈ

૧૮૧ અભયમની ટીમ દ્વારા તાલુકા પોલીસ મથકે રંગોળી દોરી દીપાવલી પર્વની ઉજવણી કરાઈ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૧૩ નવેમ્બર: દિવાળી પર્વ નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા રાજકોટનાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રંગોળી દોરીને પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ રંગોળી દ્વારા બાળકીઓ સાથે બની રહેલાં દુષણો પ્રત્યે લોક જાગૃતિ ફેલાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજ આ બનાવો પ્રત્યે જાગૃત બને અને બધા સાથે મળીને આવા દુષણોને અટકાવવા પ્રયત્નશીલ બને એ હેતુસર અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા કરવામાં આવેલી આ રંગોળી દ્વારા નાગરિકો સુધી સચિત્ર સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

whatsapp banner 1