ramadan vadodara

Covid ward ramadan: કોવિડ વોર્ડમાં દર્દીઓની સેવા કરવાની સાથે પવિત્ર રમઝાનના રોઝા રાખી બંદગી કરી રહ્યાં છે આ વોરિયર્સ..

Covid ward ramadan: હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં વહેલી સવાર થી સાંજ સુધી પાણી પીધા વગર નિર્જળા કહી શકાય એવા ઉપવાસ મુસ્લિમ બંધુઓ કરે છે

એક સંવાદ એવા આરોગ્ય સેવકો સાથે જેઓ કોવિડ વોર્ડમાં (Covid ward ramadan) દર્દીઓની સેવા કરવાની સાથે પવિત્ર રમઝાનના રોઝા રાખી બંદગી કરી રહ્યાં છે

  • છેલ્લા સવા વર્ષની કોવિડ કટોકટી દરમિયાન વિવિધ ધર્મોના અનુયાયી આરોગ્ય સેવકો વ્રતો ઉપવાસો પૂનમ અગિયારસ અને રોઝા દર્દી નારાયણની સેવા અને સંભાળ વચ્ચે દવખાનાઓના વોર્ડ માં કરી રહ્યાં છે
  • હાલમાં પવિત્ર અગિયારસો, હોળીની પૂનમ સહિત પૂનમો, પવિત્ર રામનવમી સહિત હિન્દુ ભાઈઓના વ્રત ઉપવાસના પર્વો આવ્યાં છે

અહેવાલ : સુરેશ મિશ્રા

વડોદરા: ૨૪ એપ્રિલ: Covid ward ramadan: કોવિડ કટોકટીએ કદી ન જોયો હોય એવો કપરો સમય બતાવ્યો છે. તબીબોથી લઈને નર્સો,પેરા મેડિકલ સ્ટાફ અને સફાઈ સેવકો સુધીના તમામ આરોગ્ય કર્મયોગીઓને લગભગ છેલ્લા એક વર્ષથી સરકારી કે ખાનગી દવાખાનાઓના વોર્ડમાં કે કોવિડ વોર્ડમાં ઉપવાસ કે રોઝા રાખીને પ્રભુ કે ખુદાની બંદગી દર્દી નારાયણની સેવા સાથે કરવાની ફરજ પડી છે અને આ લોકોએ આસ્થા જાળવી ને સેવા આપવાની કર્તવ્ય નિષ્ઠા બતાવી છે. આ સહુ વંદન અને સલામીને પાત્ર છે.

Whatsapp Join Banner Guj

ગયા વર્ષની જ વાત કરીએ તો દર્દીઓનું ભારણ ઘણું ઘટી ગયું તેવા સમયે દિવાળીનો તહેવાર આવ્યો ત્યારે સયાજી હોસ્પિટલ ના કોવિડ વોર્ડના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના સહયોગથી આખ્ખા વોર્ડને દીવાઓથી શણગારી દર્દીઓ સાથે દીપોત્સવી ઉજવી હતી.ઘણા દવાખાનાઓના (Covid ward ramadan) કોવિડ વોર્ડમાં નવરાત્રીમાં સાંજ સવાર માતાજીની આરતીનું અને દર્દીઓ સાથે ફિઝિયોથેરાપીના ભાગરૂપે ગરબાનું આયોજન થયું હતું.તો પ્રભુ ઈસુના અનુયાયીઓ અને અન્ય ધર્મોના શ્રધ્ધાળુ આરોગ્યકર્મીઓએ પણ તેમના તહેવારો બહુધા દર્દીઓની સેવામાં જ ઉજવ્યા છેગોત્રી હોસ્પિટલમાં કાર્યરત એવા જ એક આરોગ્ય કર્મયોગી છે ડો. હુનૈના જેઓ સતત બીજા વર્ષે રોઝા રાખીને કોવિડ વોર્ડમાં દર્દીઓની આરોગ્ય સંભાળ લઈ રહ્યાં છે.

તેઓ કહે છે કે આમ તો બચપણથી રોઝા રાખું છું એટલે વાંધો નથી આવતો. હાલમાં આખો દિવસ સતત ફરજ બજાવવાની હોય છે એટલે વહેલી સવારે શહેરીમાં ઊર્જા આખો દિવસ જળવાઈ રહે એવો ખોરાક પીણાંનું સેવન કરવાની કાળજી લઉં છું.એકાદ વાર સાંજે રોઝા છોડવા એટલે કે ઈફતારી વખતે ડ્યુટી પર હતી.પરંતુ સાથી તબીબો આરોગ્ય કર્મચારીઓએ ટાણું સાચવી લીધુ, દર્દીઓ સ્ટેબલ હોય એની દરકાર રાખી અને ૧૫ એક મિનિટ કાઢી રોઝા છોડવાની પરંપરા નિભાવી.

સતત બીજા વર્ષે કોવિડ કટોકટીમાં રોઝા રાખવાનો પ્રસંગ આવ્યો છે. હાલ ખૂબ ગરમી છે ઉપર થી પી.પી.ઇ.કીટ પહેરવી પડે છે એટલે સ્વાભાવિક રીતે તરસ વધુ લાગે છે પરંતુ અલ્લાહની મહેરબાનીથી બધું મેનેજ થઈ જાય છે. ડો.અકમલ કહે છે કે ગોત્રી હોસ્પિટલમાં મારા જેવા દશેક ડોકટર – સ્ટાફ રોજેદાર છે. કોવિડ ફરજો અને રોઝા વચ્ચે સમતુલા જાળવવામાં સાથીઓ મદદરૂપ બને છે અને બધું સચવાઈ જાય છે.રાત્રિ ડ્યુટી હોય તો વહેલી સવારે શહેરીમાં સરળતા માટે ફળ,દૂધ અને ખાદ્ય સામગ્રી બેગમાં સાથે લઈને જઈએ છે અને સેફ એરિયામાં મૂકી ફરજો બજાવીએ છે. સહુના સહયોગથી દર્દીઓની સેવા સાથે બંદગી સચવાઈ જાય છે.

ADVT Dental Titanium

ડો. અસ્લમ ચૌહાણ સયાજી હોસ્પિટલના નિવાસી તબીબ છે અને હાલમાં સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં ફરજો બજાવી રહ્યાં છે.તેઓ માટે કોવિડ વોર્ડમાં રમઝાનની બંદગી રોઝાનો આ બીજો પ્રસંગ છે. તેઓ કહે છે કે ખુદાની બંદગી જેટલી જ અગત્યની અત્યારે કોવિડ દર્દીઓની સારવાર છે. હાલ રજા મળે પણ નહિ અને એનો વિચાર પણ ન કરી શકાય એટલે દર્દીઓની સેવા સાથે રોઝા નું પાલન એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

કેટલાક સેવાભાવી મુસ્લિમ સંગઠનો અમારા જેવા દવાખાનાઓમાં ફરજ બનાવનારાઓને શહેરી કે ઈફ્તારી માટે ખાદ્ય સામગ્રી મોકલવાની કાળજી લે છે એટલે સરળતા રહે છે.હાલમાં દર્દીઓ નો લોડ ખૂબ વધુ છે પરંતુ સહુના સહયોગથી પર્વ અને ભક્તિ સચવાઈ જાય છે.
હેડ નર્સ તરીકે કાર્યરત એક બહેને જણાવ્યું કે હાલ રોઝાને અનુલક્ષીને મને નોન કોવિડ વોર્ડમાં ડ્યુટી આપવાનું સૌજન્ય દાખવ્યું છે. જો કે બે વોર્ડના ૬૦ જેટલા દર્દીઓની કાળજી લેવાની છે.એની વચ્ચે સહ કર્મચારીઓના સહયોગથી રોઝા છોડવાની પરંપરા નિભાવી પાછી ફરજ પર લાગી જાઉં છું.

કોવિડ જેમની આકરી કસોટી કરી રહ્યો છે એવા સમુદાયમાં આરોગ્યના કોરોના લડવૈયા કદાચ સહુથી મોખરે છે.પરંતુ એકબીજાને પૂરક બનીને, સહયોગ આપીને આ લોકો કટોકટીના આ સમયે વ્રત, ઉપવાસ અને રોઝા જેવી પરંપરાઓ પાળી રહ્યાં છે.સ્વ ધર્મની ફરજોનું પાલન કરવાની સાથે દર્દીની સારસંભાળનો સર્વોચ્ચ માનવ ધર્મ જેઓ અદા કરી રહ્યાં છે તેઓ દિલથી ધન્યવાદને પાત્ર છે.

આ પણ વાંચો…Civil nurse: સિવિલ હોસ્પિટલના હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટની સાહસિકતા