Born Kid 2

કોવીડ કટોકટી વર્ષ 2020 માં 108 વડોદરાની અહર્નિશ જીવન રક્ષક સેવા

  • તબીબી કટોકટીના 57762 કેસોમાં દર્દીઓ અને હોસ્પિટલ વચ્ચે કર્યું અમૂલ્ય સંકલન
  • 108 ના વાહનમાં કરાવી 243 સુરક્ષિત પ્રસૂતિ: માતા અને નવજાત શિશુઓને ચાલતા વાહને આપી તબીબી સેવાઓ ▪️5881 કૉવિડ દર્દીઓને દવાખાને પહોંચાડવાની પ્રસંશનીય કામગીરી


વડોદરા, ૦૨ જાન્યુઆરી: રાજ્ય સરકારે કટોકટી ના સંજોગોમાં સંકટમાં મુકાયેલા રોગીઓ, ઇજાગ્રસ્તો અને દર્દીઓને સમયસર જરૂરી તબીબી મદદ પૂરી પાડવા અને આ લોકોને વધુ સારવાર માટે સત્વરે નિકટના દવાખાને પહોંચાડવા જીવીકે ઇ.એમ.આર.આઇ ના છત્ર હેઠળ 108 તાત્કાલિક તબીબી સહાયતા સેવા શરૂ કરી છે.

whatsapp banner 1

વડોદરા શહેર અને જિલ્લામાં 28 સુવિધા અને સ્ટાફ સુસસજ 108 દર્દી વાહિનીઓ દ્વારા સતત તબીબી સેવાની કામગીરી કરવામાં આવી રહી છે.2020 કૉવિડ કટોકટી નું વર્ષ હતું જેમાં આ સેવાએ ખૂબ નિષ્ઠા સાથે સતત અને સમયસર તબીબી મદદના સંકલન દ્વારા જીવન રક્ષાનું બહુવિધ ઉપયોગી કામ ,વડોદરા શહેર અને જિલ્લામાં કર્યું છે. આ અંગે જાણકારી આપતાં વડોદરા 108 ના પ્રોગ્રામ મેનેજરશ્રીએ જણાવ્યું કે કૉવિડ ને કારણે વધેલા પડકારો વચ્ચે અમારી સેવાએ એની સમર્પિત કામગીરી ચાલુ રાખી હતી.2020 ના વર્ષમાં કુલ 57762 ઇમરજન્સી કેસોમાં દર્દીઓ, રોગીઓ અને ઇજાગ્રસ્તો ઇત્યાદિ ને જરૂરી પ્રાથમિક ઉપચાર, સાર સંભાળ અને દવાખાનાઓ સાથે અગ્રીમ સંકલન હેઠળ દવાખાનાઓ સુધી પરિવહનની જીવન રક્ષક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.તેમાં પોલીસ ઇમરજન્સીના 936 અને આગ વિષયક ઇમરજન્સી ના 04 કેસોનો સમાવેશ થાય છે.

આ વર્ષ દરમિયાન સેવાના વાહનો માં જ સલામત પ્રસૂતિ 243 કેસોમાં કરાવીને, સેવાકરમીઓએ અદભૂત સમયસૂચકતા અને સૂઝબૂઝ દ્વારા માતાઓ અને નવજાત શિશુઓની જીવન રક્ષાનું કર્તવ્ય અદા કર્યું છે.વર્ષ દરમિયાન સેવા દ્વારા સગર્ભાવસ્થા વિષયક 14365 કેસોમાં મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડવાની સેવા આપવામાં આવી હતી. 108 સેવા એ કૉવિડ શંકાસ્પદ કેસોમાં અને કૉવિડ પોઝિટિવ કેસોમાં અસરગ્રસ્તોને તબીબી સહાયતાની નોંધપાત્ર કામગીરી કરી તેની વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર શ્રીએ જણાવ્યું કે આ રોગમાં સંક્રમણ ના જોખમને અનુલક્ષીને ગાઈડ લાઈન પ્રમાણે તમામ તકેદારીઓ લઈને 5881 કૉવિડ રોગીઓને હોસ્પિટલો સુધી પહોંચાડયા તો શંકાસ્પદ લક્ષણો ધરાવતા 5993 લોકોને તબીબી તપાસ અને સહાયતા નું જરૂરી સંકલન કર્યું. વર્ષ દરમિયાન શ્વાસની તકલીફ હોય એવા 3897 કેસોમાં અને હૃદયરોગ સંબંધી 1825 કેસોમાં અસરગ્રસ્તો ને તાત્કાલિક સારવાર અને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં 108 વડોદરા દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી.તેની સાથે 104 ટેલીફોનીક હેલ્પ લાઇન અન્વયે 10 હજાર થી વધુ કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા.

2020 એ આરોગ્ય કટોકટી નું વર્ષ હતું.એક નવી અને અણધારી ,ચેપી બીમારી ના વાતાવરણમાં 108 સેવાને નવા પડકારો નો સામનો કરવાનો આવ્યો.વડોદરા 108 એ ટીમ વર્ક થી સારી કામગીરી નો દાખલો બેસાડ્યો છે.આ આફત હજુ ગઈ નથી ત્યારે 2021 ના વર્ષમાં સમર્પિત સેવાનો એ વ્યાયામ સતત ચાલુ રાખવા 108 વડોદરા સંકલ્પબદ્ધ છે.