PPE Kit wedding edited

લગ્નના દિવસે જ કોરોના સંક્રમિત.. દંપતીએ PPE કીટ પહેરી ‘કોવિડ સેન્ટર’માં કર્યા લગ્ન

PPE Kit wedding edited

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: જીવલેણ કોરોના વાઈરસ એક તરફ જ્યાં લોકોને ઘરોમાં કેદ થવા માટે મજબૂર કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ મહામારી વચ્ચે લગ્નનું આયોજન કરવું પણ એક મોટા પડકાર સમાન બની રહ્યું છે. રાજસ્થાનના બારાંના કેલવાડા કોવિડ સેન્ટરમાં એક યુગલે PPE કિટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

whatsapp banner 1

લગ્નના દિવસે જ કન્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ વર-કન્યા બન્નેએ PPE કિટ પહેરીને લગ્ન કર્યા હતા. આ અજીબ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લગ્ન કરાવતા બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરતા સંભળાઈ રહ્યા છે. આમ તારીખ અને મુર્હત સાચવવા સરકારના પ્રોટોકોલ્સ મુજબ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. (સાભાર: ન્યુઝ કન્ટીન્યુઝ)