Surat Air Force day

૮૮મા ‘વાયુ સેના દિવસ’ની સુરતમાં ઉજવણી

Surat Air Force day

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૮ ઓક્ટોબર: ભારતીય વાયુ સેનાની સ્થાપના ૮મી ઓક્ટોબર, ૧૯૩૨માં “રોયલ ભારતીય વાયુસેના” તરીકે કરવામાં આવી હતી. ભારતીય વાયુ સેનાએ યુધ્ધક તેમજ મારક ક્ષમતામાં દરેક સ્તરે ઉન્નતિ કરી છે. મા ભોમની રક્ષા કાજે સાહસ અને શૌર્યનો પરિચય કરાવતા વાયુસેનાના વીરોના સન્માન માટે દર વર્ષે તા.૮મી ઓકટોબરના રોજ ઠેર ઠેર “વાયુ સેના દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Advt Banner Header

સુરતમાં પૂર્વ એરફોર્સ ઓફિસર હરેનકુમાર ગાંધીની આગેવાનીમાં નિવૃત્ત એરફોર્સના અધિકારી હેમંતભાઈ સુરતીયા સહિત બી ફોઝી ટીમ, પ્રી મિલીટ્રી ટ્રેનિંગ એકેડેમી અને સોશિયલ આર્મીના કાર્યકરો સહિત SMCના અધિકારીઓની હાજરીમાં વાયુ સેના દિવસની ઉજવણીના ભાગરૂપે આજે વહેલી સવારે સુરતના સરથાણા જકાતનાકા ખાતે પ્રાણી સંગ્રહાલય સામે મુકવામાં આવેલા ભારતીય વાયુ સેનાના મિગ-૨૩ને સલામી આપી, રાષ્ટ્ર ગીતનું ગાન કરી વાયુસેના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

loading…