પશ્ચિમ રેલ્વેના અને IRCTC “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” દ્વારા
છેલ્લા 40 દિવસમાં 4.90 લાખ જરૂરિયાતમંદોને લાભ

img 20200507 wa00381100350771111488115

કોવિડ 19 રોગચાળાના આ મુશ્કેલ સમય દરમિયાન છેલ્લા 40 દિવસથી પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને તેમની મૂલ્યવાન સેવાઓ પૂરી પાડે છે. વાણિજય અને આરપીએફ કર્મચારીઓ અને અનેક એનજીઓની મદદથી દૈનિક ધોરણે જરૂરીયાતમંદ, ગરીબ અને બેઘર લોકોને ફૂડ પેકેટનું વિતરણ ચાલુ રાખ્યું છે. આ મિશન અંતર્ગત, મુંબઇ મધ્ય અને અમદાવાદમાં આઈઆરસીટીસીના બેસ કિચનો માં તૈયાર કરવામાં આવેલ સમુદાય ભોજન અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા લાચાર અને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે. આ સંયુક્ત મિશન દ્વારા છેલ્લા 40 દિવસમાં, 4.90 લાખ જરૂરીયાતમંદોને લાભ મળ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આ સંયુક્ત મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન 7 મે, 2020 ના રોજ 40 માં દિવસે પ્રવેશ્યું. નોંધનીય છે કે તે 29 માર્ચ 2020 ના રોજ શરૂ કરાયુ હતુ. લોકડાઉન દરમિયાન છેલ્લા 40 દિવસ દરમિયાન પશ્ચિમ રેલ્વેના તમામ 6 વિભાગમાં આ મિશન અંતર્ગત તમામ જરૂરીયાતમંદો અને લાચાર લોકોને કુલ 4.90 લાખ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 2.50 લાખ ફૂડ પેકેટોનો મોટો ભાગ આઈઆરસીટીસીના પશ્ચિમ ઝોન દ્વારા તેના મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદમાં આવેલા બેઝ કિચન પરથી ઉપલબ્ધ કરાયો છે. આઈઆરસીટીસીની મદદથી, વાણિજય, આરપીએફ અને પશ્ચિમ રેલ્વેના અન્ય વિભાગોના કર્મચારીઓ લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને ગરમ રાંધેલ ખોરાક આપવા માટે 29 માર્ચ, 2020 થી સક્રિય રીતે કાર્યરત છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને ખોરાકનું વિતરણ કરતી વખતે, બધા સંબંધિત લોકો દ્વારા સામાજિક અંતર અને સ્વચ્છતાના આવશ્યક પાસાઓ યોગ્ય રીતે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં 7 મે 2020 ના રોજ પશ્ચિમ રેલ્વેના છ વિભાગમાં કુલ 7725 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આઈઆરસીટીસીના સમુદાય ભોજન ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ ડિવિઝનના વાણિજય કર્મચારીઓએ મુંબઈ વિભાગના વિવિધ સ્થળોએ બિન-સરકારી સંસ્થાઓ દ્વારા 1290 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું, જ્યારે આઈઆરસીટીસી સિવાય અમદાવાદ વિભાગમાં 3425 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીઆરએમ પરોપકારી ભંડોળના સહયોગથી અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, આયુર્વેદિક ડો.શ્રી ઉમેશ સોલંકી અને હોમિયોપેથીક ડો.રાજેશ મોદી દ્વારા 140 કર્મચારીઓ ને 124 પેકેટ આયુર્વેદિક દવા અને 110 હોંયોપેથિક દવાના પેકેટ આપ્યા.વડોદરા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં અક્ષય પત્ર ફાઉન્ડેશન દ્વારા 1500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે. ઇ. આ ઉપરાંત એનજીઓની મદદથી નડિયાદ ગુડ્સ શેડમાં 150 વ્યક્તિઓને શાકાહારી પુલાવ ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર અને વરતજ સ્ટેશનો પર પશ્ચિમ રેલ્વેના સ્થાનિક સ્ટાફ અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા 100 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. સાઈ સેવા ટ્રસ્ટ, જલારામ સેવા ટ્રસ્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી જામનગર, સુરેન્દ્ર નગર, વાંકાનેર અને હાપા ખાતે રાજકોટ વિભાગ દ્વારા 155 ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાપીના જૈન સંઘ દ્વારા વાપી સ્ટેશન પર 50 કર્મચારીઓને હાઉસકીપિંગ સ્ટાફ, પાર્સલ લોડરો અને અન્ય ફરજ કર્મચારીઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. પશ્ચિમ રેલ્વેના વાણિજ્યિક કર્મચારીઓએ ચર્ની રોડ અને માટુંગા રોડ સ્ટેશનો પાસે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું .24 માર્ચ, 2020 થી 7 મે 2020 સુધી પશ્ચિમ રેલ્વેની સોસાયટી અંધેરી રેલ્વે કોલોની એ અંધેરી રેલ્વે સ્ટેશન પર આર.પી.એફ., જી.આર.પી., સ્ટાફ ને કુલ 352 ફૂડ પેકેટ વગેરે સહિત કર્મચારીઓને વિતરણ કરવામાં આવ્યા છે. લોકડાઉન ખુલે નહી ત્યાં સુધી આ ઉમદા હેકાર્ય ને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.