JMC Mahila Corporator edited 1

ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા

જામનગર મહાનગર પાલિકાના ભાજપના જ નગરસેવિકા દ્વારા પીવાના પાણીના પ્રશ્ને મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ પીટયા પછી મોડી રાત્રે થયું સમાધાન

JMC Mahila Corporator edited 1

નગરસેવિકા દ્વારા જામ્યુકો ની કચેરીએ ઢોલ વગાડી દિવસભર ઉપવાસ કર્યા પછી કામકાજની ખાત્રી અપાતાં આંદોલન સમેટયું

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૧ ઓક્ટોબર: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના ભાજપના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા પોતાના વોર્ડમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જતું હોવાની ઉગ્ર રજૂઆત સાથે ગઈ કાલે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરી માં ઢોલ વગાડતા વગાડતા પ્રવેશ કર્યો હતો, અને પોતાના વિસ્તારની અન્ય મહિલાઓને સાથે લાવીને મ્યુનિ. કમિશનર ની કચેરી ના દ્વારે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

JMC Mahila Corporator 2 edited

સવારથી મોડી રાત સુધી જામ્યુકોની કચેરીએ ધરણાં અવિરત ચાલુ રાખ્યા હતા, સાથોસાથ ઢોલ પીટવા નું પણ ચાલુ જ રાખ્યું હતું. આખરે જામનગર મહાનગરપાલિકાના લગત વિભાગના અધિકારીઓ દ્વારા ગટર અને પાણી ની પાઈપ લાઈન વગેરેની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાની ખાત્રી અપાયા પછી આંદોલન પૂરું કર્યું હતું.

loading…