alexander schimmeck 9YVh9yQvvvk unsplash

ભાજપા ડ્રેગન ફ્રૂટ નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે: ડૉ. મનિષ એમ. દોશી

Whatsapp Join Banner Guj

અમદાવાદ, ૨૦ જાન્યુઆરી: રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ‘ડ્રેગન ફ્રૂટ’નું નામ બદલવાની કરેલી જાહેરાત પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ચાઈના સામે પગલા ભરવામાં નાકામ ભાજપા ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને વધુ એક નાટક-તરકટ કરી રહી છે. હકિકતમાં નામ બદલવાને બદલે ભાજપા સરકાર નીતિ બદલે તો દેશ અને રાજ્ય માટે આવકારદાયક છે.

ભાજપા સરકાર નામ બદલીને જનતાનું ધ્યાન ભટકાવવા માંગે છે. યુવા વિરોધી, ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, ભાજપા સરકાર ભ્રષ્ટાચારની જનેતા છે. ચૂંટણી સભામાં ૫૬ ઈંચની છાતી, મજબુત સરકાર અને લાલઆંખ દેખાડવાની મોટી મોટી બુમો પાડનાર ભાજપાનું નેતૃત્વ ચાઈના સામે તમામ મોરચે વામળુ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે જેમ ચાઈનાની ચાઈનીઝ ચીજ વસ્તુઓ ડુપ્લીકેટ, તકલાદી હોય છે તેજ રીતે ભાજપાની કરની અને કથની ચાઈનાને મળતી આવે છે.

આ પણ વાંચો….અમદાવાદ – નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન દોડશે