ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે

Railways banner

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં આવશે. આમ, આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ હશે. ભાવનગર-કાકીનાડા સ્પેશિયલ (07203) ભાવનગર ટર્મિનસથી દર શનિવારે સવારે 04.25 વાગ્યે ચાલે છે અને રવિવારે સાંજે 19.45 કલાકે કાકિનાડા પોર્ટ પહોંચે છે. વાપસીમાં, કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ (07204) દર ગુરુવારે સવારે 05.15 વાગ્યે કાકિનાડા પોર્ટથી રવાના થાય છે અને શુક્રવારે સાંજે 18.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.

આ પણ વાંચો…રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.