108 delevery kid 3

Baby Born in 108: સગર્ભાને દર્દ વધવાથી સ્થિતિ બની ગંભીર, બંનેનો જીવ બચાવવા 108 એમ્બ્યુલન્સની ટીમે જ કરાવી જટીલ ડિલિવરી

Baby born in 108: ખૂબ જટિલ ડિલિવરી હતી, પરંતુ ઇ એમ ટી કમલેશ પોતાને મળેલી ટ્રેનિંગ અને ઓન કોલ ફિજીસ્યનની સલાહ મુજબ જરૂરી ટેકનિક વાપરી ડીલેવરી કરાવી બાળક અને માટે ની જીંદગી બચાવી

Baby born in 108


વાસદ, ૦૬ ફેબ્રુઆરી: Baby born in 108: વાસદ સરકારી હોસ્પિટલ માં રહેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા ને વાસદ નજીક આવેલ સુદણ ગામ ના ચમન શેઠ ના ભઠ્ઠા નો કેસ મળ્યો હતો.અહીં ભથ્થા પર કામ કરતા શહેજાદ ભાઈ ના પત્ની શાહીન બેન ડિલિવરી પર હતાઅને પૂરા મહિના હોવાથી આજ રોજ ડિલિવરી ના દર્દ થી પીડાતા હતા

જેથી તેમના શેઠે 108 એમ્બ્યુલન્સ સર્વિસ પર કોલ કરી ને એમ્બ્યુલન્સ બોલાવી હતી.કેસ મળતા જ વાસદ 108ની ટીમ ઈ એમ ટી કમલેશ અને પાયલોટ રમેશ ભાઈ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.ત્યાં જઈ તપાસ કરતા શાહીન બેન શહેઝાદ ભાઈ સૈયદ ને ૨ જી ડિલેવરી નો અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો હતો. જેથી તરતજ એમ્બ્યુલન્સ માં લઇ હોસ્પિટલ તરફ નીકળ્યા હતા. પરંતુ હોસ્પિટલ તરફ જતા દર્દ એટલું બધું વધી જતા અને તપાસ કરતા તરત ડિલેવરી (Baby born in 108) કરાવી પડે એવું હતું

Whatsapp Join Banner Guj

તેથી એમ્બ્યુલન્સ માં ડિલેવરી કરાવી પડે તેમ હોય એમ્બ્યુલન્સ ને સાઈડ માં ઉભી કરાવી હતી.અહીં પરંતુ અહી બાળકને નાડ ગળા ના ભાગ ના ફરતે વિટલાયેલી (એરાઉંડ થી નેક) હતી.જે એક ખૂબ જટિલ ડિલિવરી હતી.પરંતુ ઇ એમ ટી કમલેશ પોતાને મળેલી ટ્રેનિંગ અને ઓન કોલ ફિજીસ્યનની સલાહ મુજબ જરૂરી ટેકનિક વાપરી ડીલેવરી કરાવી (Baby born in 108) બાળક અને માટે ની જીંદગી બચાવી હતી.અહી બાળક ની જરૂરી સારવાર આપી અને ત્યાર બાદ માતા ને જરૂરી ઈન્જેશન આપી તેમને નજીક ની વાસદ સરકારી દવાખાને લઇ ગયા હતા.

આ પણ વાંચો…Health Tips: આ સિઝનમાં નાક બંધ થવાની સમસ્યા રહે છે, તો અપનાવો નાક ખોલવા માટે ઘરેલું ઉપાય- ઝડપથી મળશે રાહત