Nursing Student edited

ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા

Nursing Student 2 edited

ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા : ખાસ ફરજ પરના અધિકારીએ તેમને કોરોના વોરિયર તરીકે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા

વડોદરા,૨૧ સપ્ટેમ્બર:વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર અને આસપાસની પાંચ નર્સિંગ કોલેજોના અંતિમ વર્ષના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા છે જેના પગલે કોવિડ સારવાર સેવાનું વધુ મજબૂતીકરણ થશે.

Nursing Student edited

યાદ રહે કે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે તાજેતરમાં સ્થાનિક ૧૧ નર્સિંગ કોલેજોના આચાર્યો સાથે બેઠક કરી હતી તથા આપદા નિયંત્રણ અને રોગચાળા નિયંત્રણ કાયદાની જોગવાઈઓ પ્રમાણે અંતિમ વર્ષ નર્સિંગના વિદ્યાર્થીઓને નર્સિંગ સહાયક તરીકે મોકલવા સૂચના આપી હતી.તેના અનુસંધાને તમામ દ્વારા સંમતિ આપવામાં આવી હતી.જેના અમલ રૂપે આ નર્સિંગ સહાયકો ગોત્રી હોસ્પિટલ માં જોડાયા છે.

loading…

ડો.રાવે ગોત્રી હોસ્પિટલના સભાખંડમાં આયોજિત સંવાદ બેઠકમાં તેમને આવકારીને કોવિડ ના સંદર્ભમાં ફરજોની રૂપરેખા આપવાની સાથે કોરોના વોરિયર તરીકે કામ કરવાની આ તકને સાર્થક કરવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમની તાલીમ પણ શરૂ કરવામાં આવી હતી.
આ નર્સિંગ સહાયકોમાં ઇન્દુ ના ૪૮, પારૂલના ૩૪,સુમનદીપના ૧૭,જેકે ના ૧૫ અને રોયલ કોલેજના ૧૦ નર્સિંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ડો.રાવે આ મુલાકાત સમયે તમામ સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી.