Amit chavada

આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા

અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા
  • ભાજપના નેતાઓને ‘એપેડમીક એક્ટ’ અને ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ’ ની વિવિધ જોગવાઈઓ શું લાગુ પડતી નથી ? : અમિત ચાવડા
  • નાગરિકો સામાન્ય ભૂલ કરે, ઊતાવળમાં કોઈ કામકાજ માટે જવાનું થાય, માસ્ક કે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો મોટો દંડ અને પોલીસનો દંડો. ભાજપાના મંત્રી – સંત્રી માટે કોઈ નિયમ નહી અને નાગરિકો માટે બધા નિયમોનું પાલન આ તે કેવી રાજ્યવ્યવસ્થા ? : અમિત ચાવડા

અમદાવાદ,૨૪ જુલાઈ ૨૦૨૦

ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ છે. સરકાર તમામ રીતે કોરોના મહામારીમાં નાગરિકોને આરોગ્ય સેવા – સુરક્ષામાં આપવામાં નાકામ છે કોરોના મહામારીમાં પણ ગુજરાતના નાગરિકો માટે એક નિયમ અને ભાજપાના સંત્રી – મંત્રી – મળતિયાઓ માટે કોઈ નિયમ જ નહી આ કેવી રાજ્યવ્યવસ્થા ? સામાન્ય નાગરિકોને સામાજિક પ્રસંગ માટે મંજૂરી માંગે તો ૫૦ માણસની મંજૂરી, દુઃખદ પ્રસંગ માટે ૨૦ની મર્યાદા, રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ, પાક વીમો, સીંચાઈ પાણી જેવા હક્ક અધિકાર માટે માંગ રાખે તો લાઠી ચાર્જ, એલ.આર.ડી., આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર, જી.પી.એસ.સી. લેક્ચરર ભરતી, ટેટ-ટાટ ભરતી સહિતના મુદ્દે ગુજરાતના યુવાનો રોજગાર અધિકારની વાત કરે. આંદોલન કરે તો ધરપકડ થાય, કાયદો બતાવાય, પણ ભાજપના નેતાઓને તમામ છૂટછાટો, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે જેઓ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ કોરોના ગ્રસ્ત સુરતમાં રેલી કાર્યક્રમ યોજે, મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય ત્યારે સંક્રમણ વધશે, દક્ષિણ ગુજરાત અને સુરતની જનતા કોરોનામાં સપડાશે તો જવાબદાર કોણ? મુખ્યમંત્રીનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત.

આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? સુરતમાં ૧૧,૦૦૦ કરતા વધુ કેસો કોરોના સક્રમણના આવી ચુક્યા છે. ૩૫૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે. ખુદ વહિવટીતંત્ર અને મુખ્યમંત્રીશ્રી કોરોનાના સક્રમણ સુરતમાં વધશે તેવુ સ્વિકારી ચુક્યા છે. ભાજપના નેતાઓને ‘એપેડમીક એક્ટ’ અને ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ’ ની વિવિધ જોગવાઈઓ શું લાગુ પડતી નથી ? ભારત સરકારના MHA ની સ્પષ્ટ માર્ગદર્શીકા Unlock-1, Unlock-2 માં પણ જાહેર કરવામાં આવેલ છે કે જાહેર કાર્યક્રમો – મેળાવડા – રાજકીય ભીડ એકત્ર કરવા પર રોક. તો પછી સુરતની ભાજપા અધ્યક્ષની રેલીને કેવી રીતે મંજૂરી ? વહીવટીતંત્ર પણ કોના ઈશારે ચાલે છે. કાયદાના કે ભાજપના ? નાગરિકો સામાન્ય ભૂલ કરે, ઊતાવળમાં કોઈ કામકાજ માટે જવાનું થાય, માસ્ક કે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો મોટો દંડ અને પોલીસનો દંડો. ભાજપાના મંત્રી – સંત્રી માટે કોઈ નિયમ નહી અને નાગરિકો માટે બધા નિયમોનું પાલન આ તે કેવી રાજ્યવ્યવસ્થા ?
ભાજપાને નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ કે જેઓ કાયદાનો ભંગ કરવા અને અનેક પ્રકારના ગંભિર ગુન્હાઓ જેવા કે દારૂની હેરાફેરી, લાંચ, બેંકના ઉઠમણા, જી.આઈ.ડી.સી. કૌભાંડ જેવા ૧૦૩ થી વધુ પોતાની વર્ષ ૨૦૧૪ ની એફિડેવીટમાં વિગતો રજુ કરી ચુક્યા છે. એટલે કાયદાનુ પાલનની અપેક્ષા તેમની પાસે તો ન રાખી શકાય પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ભાજપા સરકાર શુ આ બાબતે કોરોના મહામારીમાં કાયદાના પાલન માટે ગંભિર નથી ? શું ભાજપાને દક્ષિણ ગુજરાતના અને સુરતના નાગરિકોની ચિંતા નથી?
મોરબી, નવસારી, બોટાદ, અગાઉ અમદાવાદના મેયર કે જેઓએ કોરોના મહામારીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભીડ થાય સંક્રમણ વધે અને હવે સુરતમાં જ્યાં સૌથી વધુ કોરોના કેસ ત્યાં જ કાર્યક્રમો. આ કઈ પ્રકારનું વહીવટીતંત્ર ? સુરત – દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે, સંક્રમણ વધે તેની માટે ભાજપા સીધી જવાબદાર રહેશે. નાગરિકો પાસેથી માસ્ક પહેરવા પર લાખો રૂપિયાનો દંડ વસૂલાયો. નાગરિકો પાસે હેલ્મેટ ન પહેરવા પર લાખો રૂપિયાનો દંડ વસૂલાયો. ભાજપાના નેતાઓ કોરોના મહામારીમાં મેયર માસ્ક વગર સંક્રમીત વિસ્તારમાં કુડા વિતરણ કરે. વડોદરામાં ભાજપ નેતા અર્ધનગ્ન થાય, ફરજ રૂકાવટ કરે. રાજકોટમાં ભાજપના ધારાસભ્ય જાહેરમાં થૂંકીને કોરોના સંક્રમણમાં નિયમ ઉલ્લંઘન કરે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કોરોના સંક્રમણ તેવું ખુદ મુખ્યમંત્રી અને તંત્ર કહે, રોજના સુરતમાં ૨૦૦ થી વધુ કોરોના કેસ જાહેર થાય ત્યાં સૂરતમાં હજારોની સંખ્યામાં ભીડ એકત્ર થાય અને સંક્રમણ વધુ ફેલાશે તે માટે જવાબદારી કોની ? જવાબ આપે મુખ્યમંત્રીશ્રી.

ડૉ. મનિષ એમ. દોશી ,​મુખ્ય પ્રવક્તા ગુજરાત