Rakhi shop

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

Rakhi shop

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા

અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો હાલ ના સમય માં ધમધમતા જોવા મળતા હતા ત્યાં આજે રાખડી ની દુકાનો ઉપર એકલ દોકલ ગ્રાહકો જ જોવા મળી રહ્યા છે હાલ માં અનેક વિસ્તારો માં વધતા જતા કોરોના ના કેસો ને લઈ રાખડી લેવા બહેનો પણ નીકળી નથી રહી ને અંબાજી પંથક માં બહેનો શાકભાજી લેવા નીકળે ત્યારેજ રાખડીઓ પણ ખરીદી ને લઈ જતી હોય છે સતત 3 મહિના જેટલા લોકડાઉન થતા રાખડી ના માલ માં પણ ખેંચ ના કારણે રાખડીઓ મોંઘી બની છે એટલુજ નહીં કોરોના કાળ માં ચાઈના ની રાખડીઓ પણ બજાર માંથી ગાયબ થઇ ગઈ છે તેના બદલે અનેક પ્રકાર ની દેશી રાખડીઓ અંબાજી ના બજાર માં જોવા મળી રહી છે

એક તરફ કોરોના ના પગલે ગ્રાહકો રાખડી ની દુકાનો સુધી પહોંચતા નથી ને બીજી તરફ રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ આ વખતે વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું છેતેમ રાખડી ના વેપારી કલ્પેશ અગ્રવાલે જણાવ્યુ હતુ જયારે બહેનો કોરોના ને લઈ રાખડી ખરીદવાનું ટાળી રહી છે ને હવે કુરિયર વાળા ઓ એકથી અનેક જગ્યા એ જતા હોવાથી રાખડીઓ પોતાના ભાઈ ને કુરિયર થી મોકલવાનું મુલત્વી રાખી રહી છે ને આ વખતે રક્ષાબંધન નો તહેવાર બગડશે તેમ કુંદન બેન પટેલ એ જણાવ્યુ હતુ

*********