Ambaji Corona Vaccine 3

અંબાજી ની જનરલ હોસ્પિટલમાં (Ambaji Corona Vaccine) મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફ ને રસી આપવાની શરૂઆત કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૩૦ જાન્યુઆરી:
Ambaji Corona Vaccine કોરોના વાયરસ સામે રક્ષણ આપતી કોવીશીલ્ડ વેક્સીન ને ભારતસરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ ગુજરાત માં શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કા માં આરોગ્ય કર્મીઓ ને રસીઓ નો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે જેને લઈ આજે યાત્રાધામ અંબાજી ની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં ફરજ બજવતાં મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફ ને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી

જેમાં આરોગ્ય કર્મચારીઓ ને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર શોભા ખંડેલવાલ એ આજે રસી નો પ્રથમ ડોઝ લીધો હતો અને રસી ની સલામત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા અંબાજી સુપ્રિટેન્ડેન્ટ આદ્યશક્તિ હોસ્પિટલ ડો.શોભા ખંડેલવાલ જણાવ્યું હતું કે હાલ ના તબક્કે કોરોના કાળ માં આ રસી ચોક્કસપણે અસરકારક નીવડશે તેમજ ઓફિસ ના મેડિકલ સ્ટાફે પણ રસી લઈ આશાવાદ સેવ્યો હતો ને રસી પ્રત્યે કોઈ શંકા કુશંકા રાખવાની જરૂરત નથી તેમ અંબાજી ના મેડિકલ ઓફિસર ડો.રાજ સારસ્વત એ જણાવ્યું હતું જોકે રસી લીધા બાદ કોઈપણ માં કોઈજ આડઅસર જોવા મલી નથી ને રસીકરણ અભિયાન ની શરૂઆત જયારે પણ આમપ્રજા માટે થાય ત્યારે જરાય ગભરાયા વગર રસી લેવા જાહેર જનતા ને આહવાન કરી કોરોના સામે રક્ષણ મેળવવા અપીલ કરાઈ છે.

Whatsapp Join Banner Eng

આ પણ વાંચો…Gujarat Government new Guideline: 4 મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે