Ajay devgan

Ajay devgan: બોલિવુડનો સિંઘમ આવ્યો લોકોની મદદે, અજય દેવગણે મુંબઇમાં લોકોને આ રીતે કરી મદદ

Ajay devgan: અજય દેવગણના ફાઉન્ડેશન હેઠળના કેમ્પમાં વેક્સિનનું કામ ચાલી રહ્યું છે.

બોલિવુડ ડેસ્ક, 16 જૂનઃ Ajay devgan: બોલિવુડ એક્ટર અજય દેવગણના એનવાઇ ફાઉન્ડેશન કોરોના મહામારીમાં લોકોની મદદ માટે આગળ આવ્યું છે. આ ફાઉન્ડેશનને ૧૦હજાર લોકોને ખાવાનું ખવડવાવ્યું છે અને બીજી બાજુ બોલીવૂડના ૧૦૦૦ ઇન્ડસ્ટ્રી વર્કર્સ, મીડિયા પ્રોફેશનલ અને સામાન્ય જનતાનેકોરોના વાયરસથી રક્ષણ અપાવા માટે ટીકાકરણ કેમ્પની શરૂઆત કરી છે.

અજય દેવગણના (Ajay devgan) ફાઉન્ડેશન હેઠળના કેમ્પમાં વેક્સિનનું કામ ચાલી રહ્યું છે. અજયે એનવાય ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો.અભિનેતાએ કહ્યું હતું કે, અમે એવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ જેમાં અમારે ઘરની બહાર જવું પડતું હોય છે. તેમજ અમારા ફીલ્ડના મીડિયાકર્મીઓને તસવીરો તેમજ ન્યુઝ મેળવવા માટે પોતાના જીવનું જોખમ ખેડવું પડતું હોય છે. તેથી તેમને વેક્સિન લગાડી આપીને અમે પણ તેમની સાથે રાહતનો દમ ખેંચ્યો છે.

Whatsapp Join Banner Guj

અજય (Ajay devgan) પોતાની રીતે કોરોના મહામારીમાં જરૂરિયાતોની મદદ કરી રહ્યો છે. તેણે દાદરના શિવાજીપાર્કમાં ૨૦ પથારીઓ વાળી કામચલાઊ હોસ્પિટલ પણ ઊભી કરી છે.હવે તેણે વેક્સિન કેમ્પ લગાડીને ફરી મદદ કરી છે.

આ પણ વાંચો…Covid Hospital Incident: જામનગરની કોવિડ હોસ્પિટલની ઘટના, કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહ રાજ્ય મંત્રી