વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે

Ahmedabad station Train

અમદાવાદ રેલવે સ્ટેશન નું પુન:ર્વિકામ કરશે આરએલડીએ વિશ્વ સ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનને પુનઃવિકસાવવામાં આવશે.

અમદાવાદ, 20 ઓક્ટોબર 2020: રેલવે જમીન વિકાસ સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે ઓનલાઇન બિડ મંગાવ્યા છે. બિડપ્રાપ્ત કરવા માટે સ્ટેશનના પુન: વિકાસનામાટે વ્યવસાયિક અભ્યાસ,, વિગતવાર માસ્ટર પ્લાનિંગ, અર્બન ડિઝાઇનિંગ અને એન્જિનિયરિંગ તથા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો રહેશે. પુન: વિકાસનો ઉદ્દેશ સ્ટેશનના ઐતિહાસિક મહત્વને અસર કર્યા સમય ની માંગ અનુસાર સ્ટેશન પર અત્યાધુનિક યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતના અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. સ્ટેશન પર 12 પ્લેટફોર્મ છે. સ્ટેશન સંકુલમાં સીદી બશીર મસ્જિદના અવશેષો તરીકે બે મિનાર પણ છે, જેને એક માળખાગત વારસા તરીકે જોવામાં આવે છે. આ સ્ટેશનથી દરરોજ સરેરાશ 52,843 મુસાફરો મુસાફરી કરે છે. નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. સાથે સાથે, તે મલ્ટિ-મોડલ પરિવહન સંકલન સાથે માર્ગ કનેક્ટિવિટી, સલામતી અને દેખરેખની વ્યવસ્થા અને અન્ય સુવિધાઓથી પણ સજ્જ હશે.


અમદાવાદ રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું સ્ટેશન છે. આ પુન:વિકાસ પ્રોજેક્ટ સ્ટેશનની ઐતિહાસિક વિરાસતને જાળવી રાખવાની સાથે તેની સુંદરતામાં વધારો કરશે. આ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પ્રદાન કરશે અને તેમના અનુભવ માં વધારો કરશે. સ્માર્ટ સિટી પહેલ ની સાથે મળીને આ પુન:ર્વિકાસની આસપાસના ક્ષેત્રોમાં પર્યટનને પ્રોત્સાહન આપશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માં વેગ લાવશે. શ્રી વેદ પ્રકાશ દુડેજા,વાઇસ ચેરમેન – આરએલડીએના જણાવ્યા પ્રમાણે.પુન:ર્વિકાસમાં સ્ટેશનના વિકાસ અને વાણિજ્યિક વિકાસ બંનેનો સમાવેશ થાય છે. ફરજિયાત કાર્યોમાં પ્રોજેક્ટ રેલવે સ્ટેશનના નિર્માણ ના સબંધિત કાર્ય, સંલગ્ન સુવિધાઓ,
સ્ટેશન માટે જરૂરી માળખાના વિવિધ તત્ત્વો અને પ્રોજેક્ટના માસ્ટર પ્લાન હેઠળ વાણિજ્યિક વિકાસ માટે ટ્રંક સ્ટ્રકચર શામેલ છે.વાણીજિયક ઘટકમાં રેલવે જમીન પર અને પ્રોજેક્ટ રેલવે સ્ટેશનની ઉપર રિયલ એસ્ટે

એસેટ્સના વિકાસનો સમાવેશ થાય છે. તે રેલવે સ્ટેશનની સુવિધાઓનો ભાગ નથી. તેમાં રહેણાંક, વાણિજ્યિક, સંસ્થાકીય, વેરહાઉસિંગ, હોટેલ્સ, હોસ્પિટલો વગેરે જેવી જમીનના ઉપયોગ સાથે સંબંધિત તમામ કેટેગરીનો સમાવેશ થાય છે. બિડ મેળવનારે માળખાગત સુવિધાઓ અને સ્થાપત્ય સાથે સંબંધિત ઉકેલો પૂરા પાડવા પડશે, જેના કારણે બાંધકામદરમિયાન રેલવે કામગીરી, મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓને ઓછામાં ઓછી અસુવિધા થશે.

અને પર્યાવરણીય સબંધિત જરૂરિયાતો સાથે રેલવે સ્ટેશન અને રિયલ એસ્ટેટનો વિકાસ સુનિશ્ચિત કરશે. તેઓએ પ્રોજેક્ટ વિકાસ /પુન: વિકાસ માટે ટેકનિકલ શક્યતા અહેવાલો, કોન્સેપ્ટ પ્લાન્સ અને માસ્ટર પ્લાન તૈયાર કરવા પડશે અને ફરજિયાત કાર્યોનો અમલ સુનિશ્ચિત કરવો પડશે.તેઓ ઉક્ત હેતુ માટે રેલવે ડિમાન્ડ એસેસમેન્ટ, ટ્રાફિક સ્ટડીઝ અને ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક પ્લાનિંગ, એન્જિનિયરિંગ સર્વે, જિ ઓ -ટેકનિકલ ટેસ્ટિંગ વગેરે જેવી અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરશે.

અમદાવાદ ગુજરાતની અગાઉની રાજધાની છે. તે રાજ્યનું આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે.અહીંયા બીજું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે અને ભારતમાં કપાસનું દ્વિતીય મોટું ઉત્પાદક ક્ષેત્ર છે. સરકાર દ્વારા તેને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો પણ પ્રસ્તાવ છે. તેને ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી પણ જાહેર કરવામાં આવ્યું છે.આરએલડીએ હાલમાં તબક્કાવાર 62 સ્ટેશનો પર કાર્યરત છે, જ્યારે તેની પેટા કંપની આઇઆરએસડીસીએ પુનઃવિકાસ માટે અન્ય 61 સ્ટેશનોની પસંદગી કરી છે.પ્રથમ તબક્કામાં આરએલડીએએ નવી દિલ્હી, તિરુપતિ, દેહરાદૂન, નેલ્લોર અને પુડુચેરી જેવા મુખ્ય સ્ટેશનોને રિડેવલપમેન્ટ માટે પ્રાથમિકતા આપી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે પીપીપી મોડલ પર સમગ્ર ભારતમાં રેલવે સ્ટેશનોને પુનઃવિકસાવવામાં આવશે.

રેલ ભૂમિ વિકાસ પ્રાધિકરણ (આરએલડીએ) રેલવે મંત્રાલય હેઠળ એક સાંવિધિક પ્રાધિકરણ
છે.રેલવે અધિનિયમ, 1989માં નોન-ફ્રેઇટ પગલાં મારફતે મહેસૂલી ઉત્પાદનના હેતુસર રેલવે જમીનના વ્યાવસાયિક વિકાસ માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં ભારતીય રેલવે પાસે દેશભરમાં લગભગ 43,000 હેક્ટર ખાલી જમીન છે.આરએલડીએ સમગ્ર દેશમાંલીઝીગ માટે 79 કોમર્શિયલ (ગ્રીન ફિલ્ડ) સાઇટ્સ ધરાવે છે અને દરેક માટે લાયક ડેવલપર્સની પસંદગી ખુલ્લી અને પારદર્શક પ્રક્રિયા મારફતે કરવામાં આવશે.આરએલડીએ હાલમાં 84 રેલવે કોલોનીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે અને તાજેતરમાં જ ગુવાહાટીમાં રિડેવલપમેન્ટ માટે રેલવે કોલોની ભાડે લીધી છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

loading…