અમદાવાદ મંડળ પર વીડિયો કોનફરન્સ થી મંડળ રેલ ઉપભોક્તા પરામર્શદાત્રી સમિતિ ની પહેલી બેઠક નું આયોજન

અમદાવાદ,૧૦ જુલાઈ ૨૦૨૦

વર્તમાન માં covid 19 ના સંભવિત ખતરા ને જોતા અમદાવાદ મંડળ ના ઇતિહાસ માં પહેલીવાર વિડીયો કોનફરન્સ ના માધ્યમ થી વર્ષ 2020-2021 માટે નવગઠિત મંડળ રેલ ઉપભોક્તાસલાહકાર સમિતિ ની પહેલી બેઠક નું આયોજન કરવામાં આવ્યું.બેઠક પ્રારંભ માં સમિતિ નાઅધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ બેઠક માં સામેલ દરેક માનનીય સદસ્યોનું સ્વાગત કરતા મંડળ ની દરેક ગતિવિધિઓ ની જાણકારી આપી. તેમણે કહ્યું કે પાછલા વર્ષ માં2500 થી વધારે અતિરિક્ત કોચ નિયમિત ટ્રેનો માં લગાવ્યા અને 115 સ્પેશિયલ ટ્રેનો નું સંચાલન પણ કર્યું.

ગુજરાત દેશ નું પ્રથમ રાજ્ય છે જ્યાંથી સૌથી વધારે શ્રમિક ટ્રેનો ચલાવવામાં આવી
જેમાં સુરત પછી અમદાવાદ થી સર્વાધિક શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી. જેનામાટે
રાજકોટ,અમદાવાદ, ભાવનગર તથા વડોદરા ના મંડળ રેલ પ્રબંધકો ને ગુજરાત ના માનનીય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિન્હ આપીને સમ્માનિત કરવામાં આવ્યા.તેમણે માનનીય સદસ્યો ને આશ્વસ્ત કર્યા કે યાત્રી સુવિધાઓ નો વિકાસ અમદાવાદ મંડળ ની સર્વોચય પ્રાથમિકતા છે.તથા આના માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સમિતિ ના સચિવ અને વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક શ્રી કુશાગ્ર મિત્તલે સંક્ષિપ્ત પ્રેજેન્ટેશન ના માધ્યમ થી દરેક સદસ્યો ને મંડળ ની ગતિવિધિઓ અને વિકાસ કાર્યો થી અવગત
કરાવ્યા.બેઠક માં માનનીય સદસ્યો એ પોતાના ક્ષેત્રો ની રેલ પરિયોજનાઓ, સ્થાનીય નિવાસીઓ ની માંગો અને યાત્રી સુવિધાઓ તથા સમસ્યાઓ થી મંડળ રેલ પ્રશાસન ને જાણ કરી. સમિતી ના અધ્યક્ષ અને સચિવ એ દરેક સદસ્યો ને આશ્વસ્ત કર્યા કે તેમની ઉચીત માંગો અને સુઝાવ પરબલ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.બેઠક માં ઉપસ્થિત માનનીય સદસ્યો માં સર્વે શ્રીમતી મંજુલા ભારદ્વાજ, શ્રીમતી કિન્નરી દેસાઈ, શ્રી રમેશ દેસાઈ, શ્રી જીતેન્દ્ર જૈન, શ્રી જગદીશ નાહટા,શ્રી વિષ્ણુકાંત નાયક,શ્રી વિજય પંડ્યા, શ્રી કલ્પેશ પટેલ,શ્રી જીતેન્દ્ર પ્રજાપતિ, કુ કામના વ્યાસ અને રેલવે તરફ થી અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે,મંડળ વાણિજય પ્રબંધક શ્રી માશૂક અહમદ,સહાયક વાણિજય પ્રબંધક શ્રી અતુલ ત્રિપાઠી, શ્રી ગૌરવ જૈન, શ્રી આશિષ ઉજલાયન તથામંડળ ના વરિષ્ઠ શાખા અધિકારીઓ એ વિડિયો લિંક ના માધ્યમ થી બેઠક માં ભાગ લીધો.