PM Ahmedabad Airport edited

ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

PM Ahmedabad Airport edited


અમદાવાદ, ૨૮ નવેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાત ની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી મુલાકાતે આવી પહોંચ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

whatsapp banner 1

આ વેળાએ વડાપ્રધાનશ્રીના સ્વાગત સત્કાર માટે પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા, સામાન્ય વહીવટ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

PM Ahmedabad Airport 2

અમદાવાદ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાનશ્રી covid-19 રસીના નિર્માણ કાર્યની સમીક્ષા કરવા ચાંગોદર માં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતે અર્થે રવાના થયા હતા