CM Vijay Rupani image

Unlock gujarat: રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો તા.4 જૂન થી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત…..

Unlock gujarat: તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

ગાંધીનગર, ૦૨ જૂન: Unlock gujarat: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

Whatsapp Join Banner Guj

મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. (Unlock gujarat) તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

આ પણ વાંચો…Portable bipap machine: કેન્દ્રિય ગૃહ મંત્રીની ગ્રાન્ટમાંથી સોલા સિવિલ હોસ્પિટલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલને ૫૦ પોર્ટેબલ બાયપેપ મશીન અપાયા

Unlock gujarat: રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

ADVT Dental Titanium