2KD86

ભાવનગર જિલા સહિત ગુજરાતભરમાં ગરીબ લાભાર્થીઓ અન્ન યોજનાના લાભ મેળવી ખૂશ

લોકડાઉન દરમ્યાન દેશભરના 39.27 કરોડ ગરીબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજનો લાભ મળ્યો

અન્ન યોજના હેઠળ દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન દાળ અને કઠોળ વિતરણ માટે રાજ્ય સરકારોને અપાયો

06 MAY 2020 by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિ દરમ્યાન ખાદ્ય   સુરક્ષા પ્રદાન કરવા સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના  હેઠળ ગરીબોને નિઃશૂલ્ક અનાજ, કઠોળ, દાળનું વિતરણ કરાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનાજ ઉપરાંત દાળ અને કઠોળનો 109,227.85 મેટ્રિક ટન જથ્થો લાભાર્થીઓને વિતરણ માટે આપવામાં આવ્યો છે.  તારીખ 22 એપ્રિલે બહાર પડાયેલ રિપોર્ટ કાર્ડ મુજબ 39.27 કરોડ લાભાર્થીઓને  મફત અનાજનો લાભ મળ્યો છે.

        કોરોના વાયરસ સામેની લડાઈને જીતવા તકેદારીના ભાગરૂપે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સરકાર એક તરફ કોરોના વાયરસના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ લોકડાઉનના પગલે દેશના મધ્યમવર્ગ અને ગરીબવર્ગના લોકોના જીવનમાં ઉભી થયેલી સમસ્યાઓને ઉકેલવાના પણ સક્રિય પ્રયાસો કરી રહી છે. અન્ન એ જીવન જીવવાનો મુખ્ય આધાર છે ત્યારે દેશભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે મફત અનાજ વિતરણની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ધંધા-રોજગાર બંધ છે જેથી ઘરમાં આવક બંધ છે ત્યારે પરિવારના ગુજરાન ચલાવવા માટે અનાજ જેવી પ્રાથમિક જરૂરિયાતને પૂરી કરવામાટે દેશનો એક બહુ મોટો વર્ગ અસક્ષમ બની ગયો છે. તેમની આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર આ વર્ગના લોકોને મફત અનાજ વિતરણની અન્ન યોજના ચલાવી રહી છે. ભાવનગર ખાતે પણ આ અન્ન યોજનાનું યોગ્ય અમલીકરણ થઇ રહ્યું છે.

1.jpg
લાભાર્થી શ્રી સંજયસિંહ સોલંકી

        લાભાર્થીઓને મફતમાં પૂરતું અનાજ મળી રહ્યું છે. ભાવનગરના લાભાર્થી સંજયસિંહ સોલંકીએ પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે અમને એ વાતની ખુશી છે કે તેમના પરિવારના સભ્યોના ખોરાકની ચિંતા સરકાર કરી રહી છે. અને હાલના આ કપરા દિવસોમાં સરકાર તેમની સાથે છે.

364U9
લાભાર્થી રીટાબેન જંબુચા

        અન્ય એક લાભાર્થી રીટાબેન જંબુચાએ જણાવ્યું કે અત્યારે ધંધારોજગાર બંધ છે અને પરિવારના સભ્યોને શું ખવડાવવું તે પ્રશ્ન હતો, ત્યારે જ સરકાર તરફથી રાશન મળતાં ભગવાન મળ્યા હોય એવું લાગ્યું.

2KD86
લાભાર્થી શ્રી નવીનભાઇ ભટ્ટે

        નવીનભાઇ ભટ્ટે પણ મફત અન્ન વિતરણને ખરા સમયે મળેલી મદદ ગણાવીને  આ અંગે ખુશી વ્યક્ત કરતાં સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. એમણે ઉમેર્યું કે સરકાર તરફથી ઘઉં, ચોખા, ખાંડ અને ચણા સહિતનું અનાજ મળવાથી એમને અને એમના પરિવારજનોને ખૂબ રાહત થઇ છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન અન્ન યોજના ઉપરાંત  વિવિધ યોજનાઓ હેઠળ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર થકી અત્યાર સુધીમાં 33 કરોડ લોકોને 31,235 કરોડ રૂપિયાની નાણાં સહાય મળી છે.