Rajpipala mansukh Vasava

નર્મદા જિલ્લા ના ખેડૂતો નો કપાસ હવે સી સી એ કેન્દ્ર ખરીદ કરશે

MP Mansukh Vasava Rajpipla dispatched cotton vehicles from APMC

સાંસદ મનસુખ વસાવા ના પ્રયાસો સફળ થતા ખેડૂતો ને રાહત રાજપીપલા એ પી એમ સી ખાતે થી કપાસ ના વાહનો રવાના કરાયા

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૧૮ ડિસેમ્બર: નર્મદા જિલ્લાના ખેડૂતો નો કપાસ આજથી સી સી આઈ કેન્દ્રો પર ટેકા ના ભાવે ખરીદ કરાશે અને તેના ભાગ રૂપે રાજપીપલા એ પી એમ સી ખાતે થી સાંસદ ની હાજરી માં કપાસ ભરેલા વાહનો રવાના કરાયા હતા નર્મદા જિલ્લા માં જિન નહીં હોવાથી સી સી આઈ ના કેન્દ્ર નહીં હોવા થી ખેડૂતો ને મજબૂરી થી તેમનો કપાસ ખાનગી વેપારીઓ ને વેચાણ કરવો પડતો હતો ત્યારે સાંસદ મનસુખ વસાવા છેલ્લા બે વર્ષ થી રાજપીપલા એ પી એમ સી દ્વારા કપાસ રાજપીપલા નજીક ડભોઇ કલેડીયા કે કરજન ના જિન માં આવેલ કેન્દ્રો પર ખરીદ કરાય તેવા પ્રયત્નો કરતા હતા.

whatsapp banner 1

આખરે તેમની રજુઆત સફળ થતા સી સી આઈ ના ઉપરોક્ત કેન્દ્રો પર એ પી એમ સી માં નોંધાયેલ કપાસ ખરીદ કરવા મંજુરી આપતા ખેડૂતો ને રાહત પહોંચી હતી આજે રાજપીપલા એપીએમસી મુકામે યોજાયેલ એક કાર્યક્રમ માં સાંસદે કપાસ ભરેલા વાહનો ને પ્રશ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ના ચેરમેન ઘનશ્યામ પટેલ એપીએમસી ચેરમેન દિનેશ પટેલ ઉપરાંત મોટી સંખ્યા માં ખેડૂતો સહકારી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે છ જેટલા કપાસ ના વાહનો નજીક ના વડોદરા જિલ્લા ના કલેડીયા કેન્દ્ર ખાતે રવાના કર્યા હતા