એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર મેળવી શકાય

પલસાણા તાલુકાના કડોદરા ખાતે સામાજિક વનીકરણ ઔદ્યોગિક મીટ-૨૦૨૦ યોજાઈ એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લઈ શ્રેષ્ઠ વળતર…

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન

ગાંધીનગર, ૨૯ ઓક્ટોબર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયુ છે.…

ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર ગઈ અને ગુજરાતની ઐતિહાસિક વિકાસયાત્રા શરૂ થઈ: વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો લીંબડી અને મોરબી વિધાનસભાનો ચુંટણી પ્રવાસ યોજાયો: ભાજપા…

શહેરની ભુર્ગભ ગટર વ્યવસ્થા અંતર્ગત ૧૧ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૬૦ સુએઝ પમ્પીંગ સ્ટેશન કાર્યરત

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની ભુર્ગભ ગટર વ્યવસ્થા અંતર્ગત ૧૧ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૬૦ સુએઝ પમ્પીંગ…

જામનગરી પંચીયુ અને દોઢયું દારેસ્લામમાં બહેનોએ મન મુકીને નવરાત્રીમાં માંણયું

લોહાણા મહાજન દારેસ્લામ અને અન્ય જ્ઞાતિઓ દ્વારા રંગેચંગે ઉજવાઇ નવરાત્રી, દશેરાએ હવન યોજાયો અહેવાલ: જગત રાવલ,…

દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો ત્રણ મહિનામાં  અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે. અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા   ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે.  ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ  રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.

દર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂં પાડવા રાતના ૧૨ વાગ્યા સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ

સમરસકોવીડ કેરમાં કોરોનાદર્દીઓને સ્વચ્છ વાતાવરણ પુરૂંપાડવા રાતના ૧૨ વાગ્યા  સુધી ફરજ નિભાવતા સફાઈ કર્મીઓ કોરોના મુક્ત દર્દીઓનો એક જ સુર : સારવાર લેવી તો રાજકોટ સિવિલ અને  સમરસ કોવીડ કેર સેન્ટરમાં સમરસ કોવીડ કેરમાં ઘર જેવી જ અનુભૂતિ કરતાં ગીતાબેન વ્યાસ :મારું એટલું ધ્યાન રાખ્યું છે કે હવે મને ઘરે નથી ગમતું  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:સમરસ કોવીડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓની પ્રાથમિક જરૂરીયાતોને ધ્યાને રાખીને આરોગ્ય કર્મીઓ, મેડીકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મીઓ એકજુટ બનીને કામગીરી કરી રહ્યા છે. કોરોનાની સારવાર સાથે દર્દીઓને આરોગ્યલક્ષી કોઈ અન્ય તકલીફ હોય તો એનું નિદાન કરી દર્દીઓના હમદર્દ બનીને આરોગ્ય કર્મીઓ પારિવારીક હુંફ આપી રહ્યા છે.    વાત છે ૪૯ વર્ષીય ગીતાબેન વ્યાસની. શારીરિક નબળાઈને કારણે પડી જવાથી ગીતાબેનના ગોઠણમાં દુખાવો શરૂ થયો હતો. સરખી રીતે ચાલી ન શકવાને કારણે ગીતાબેન ડોકટરને બતાવવા ગયા હતા. આરોગ્યની તપાસ કરતાં ખબર પડી કે તેઓ કોરોના પોઝીટીવ છે. પરિવારનો કોઈપણ સભ્ય સંક્રમિત ન થાય તે માટે ગીતાબેન સમરસ કોવીડ કેર સેન્ટરમાં સારવાર અર્થે દાખલ થયા. સમરસ કોવીડ કેર સેન્ટરને ઘર જેવું કહીને ત્યાં મળેલી સારવાર અંગે વિગતો રજુ કરતાં જણાવ્યું હતું કે, “આજે હું સ્વસ્થ થઈને ફરી બેઠી થઈ છું તો ત્યાંના આરોગ્ય કર્મીઓને કારણે. કોરોનાની સારવાર તો મળી પરંતુ સાથો સાથ મારા ગોઠણના દુખાવાનું નિદાન કરીને આરોગ્ય કર્મીઓએ મને ફરીથી ચાલતી કરી દીધી છે.”  હદયમાં અંકિત થયેલા અન્ય અનુભવો વિશે ગીતાબેનએ વધુમાં જણાવતા કહ્યું હતું કે,” આરોગ્ય કર્મીઓની સાથે સફાઈ કર્મીઓ પણ દર્દીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. મેં નજરે જોયું છે કે રાતના ૧૨ વાગ્યા સુધી સફાઈ કર્મીઓ સફાઈનું કામ કરે છે. ત્યાંના એટેન્ડન્ટસ પણ વડીલોનું ખુબ સારું ધ્યાન રાખી રહ્યા છે. એક ફોન કરો તેની બીજી મીનિટે સ્ટાફ અમારી સેવામાં હાજર. જમવાની વ્યવસ્થા પણ એટલી જ ઉત્તમ છે. ૪ વાર આરોગ્યની ચકાસણી કરવા આવતા. ત્યાં મારું એટલું ધ્યાન રાખ્યું કે હવે મને ઘરે નથી ગમતું.”     આમ ગીતાબેનની જેમ અનેક લોકો આરોગ્ય કર્મીઓની સંવેદનાસભર સારવારનો અનુભવ લઈને સુખરૂપે પોતાના ઘરે પરત ફર્યા છે. loading…

જામનગરમા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ ચેરમેન, મહિલા કોર્પોરેટર…

નિ સહાય ગંગા સ્વરૂપા શ્રમિક મહિલા ઓ ને પાકું ઘર મળ્યું.

અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય, આણંદ આણંદ, ૨૪ ઓક્ટોબર: ખંભાત તાલુકા ના ગુડેલ ગામે રહેતા ગંગા સ્વરૂપા સાસુ…

error: Content is protected !!